Bhavnagar
ભાવનગરમાં ABVP ગુજરાત પ્રદેશનાં ૫૪મા અધિવેશનની શરૂઆત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અધિવેશન મૂક્યું ખુલ્લું
કુવાડિયા
- રાષ્ટ્રહિતની દરેક પહેલમાં ABVP હમેશા આગળ ; ભુપેન્દ્રભાઈ પટેલ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના ૫૪ માં અધિવેશનમાં ભાવનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તા.૬ થી ૮ જાન્યુઆરી સુધી ભાવનગરમાં યોજાનારા આ અધિવેશનના ઉદઘાટન સત્રનાં પ્રારંભે મુખ્યમંત્રીશ્રી ઉદ્દઘાટક તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.મુખ્યમંત્રી સહિત મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી સત્રનો આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રેરક ઉદબોધનમાં કહ્યું હતું કે ગોહિલવાડની ધન્ય ધરા પર જ્ઞાન, શિલ અને એકતાના સમગ્ર સમન્વય થકી રાષ્ટ્રનિર્માણ કાર્ય એ.બી.વી.પી.ના આ અધિવેશન દ્વારા થઈ રહ્યું છે.
એ.બી.વી.પી.એ રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર ઘડતર, રાષ્ટ્રહિત અને સમાજ સેવા સહિતની અનેક પહેલને એક છત્ર નીચે સમાવિષ્ટ કરી ચાલતું સંગઠન છે. વધુમાં ઉમેરાતા કહ્યું હતું કે, ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ દેશ અત્યારે સ્વતંત્રના ૭૫ વર્ષ પૂર્ણ કરી આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યો છે. વડાપ્રધાનશ્રી દૃઢપણે માને છે કે દેશના વિકાસમાં યુવાનોની મહત્તવની ભૂમિકા છે. ભારત અત્યારે સૌથી વધુ યુવાનોની સંખ્યા ધરાવતો દેશ છે. જેથી આ યુવાશક્તિના પ્રયત્નોથી રાષ્ટ્રને વધુને વધુ મજબૂત બનાવવાની સરકારની નેમ છે.
વૈશ્વિક કક્ષાના શૈક્ષણિક કોર્ષ અત્યારે ગુજરાતમાં ઘરઆંગણે ઉપલબ્ધ છે. હવે યુવાનો શિક્ષણની સાથે સાથે જ તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના સહિતની સુવિધાઓ દ્વારા આપણા યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બન્યા છે. અહીં આ અવસરે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જીતુભાઇ વાઘાણી, શિવાભાઈ ગોહિલ, ડે.મેયર કૃણાલકુમાર શાહ, ધીરૂભાઇ ધામેલીયા તેમજ એ.બી.વી.પી. સંગઠનનાં વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા..