Connect with us

Bhavnagar

વોલીબોલ ટુર્નામેન્ટમાં સિહોરની વળાવડ કન્યા વિદ્યાલય ચેમ્પિયન

Published

on

sehors-vavad-kanya-vidyalaya-champion-in-volleyball-tournament

પવાર

  • તક્ષશીલા કોલેજ ખાતે વિન્ટર વોલીબોલ ટુર્નામેન્ટ સંપન્ન, ભાઈઓમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ અને બહેનોમાં કન્યા વિદ્યાલય વળાવડ ચેમ્પિયન

ભાવનગર શહેર-જિલ્લાની 23થી વધુ ભાઈ-બહેનોની ટીમો ભાગ લીધો હતો, તક્ષશિલા કોલેજ આયોજિત વિન્ટર વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાવનગર શહેર-જિલ્લાની 23થી વધુ ભાઈ-બહેનોની ટીમો વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ હતી,જેમાં ભાઈઓમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ, બહેનોમાં કન્યા વિદ્યાલય વળાવડ ચેમ્પિયન બની હતી, તક્ષશીલા કોલેજ ખાતે વિન્ટર વોલીબોલ ટુર્નામેન્ટનો સંપન્ન થઈ હતી.

sehors-vavad-kanya-vidyalaya-champion-in-volleyball-tournament

તક્ષશિલા કોલેજ આયોજિત વિન્ટર વોલીબોલ ટુર્નામેન્ટમાં ત્રણ દિવસ દરમ્યાન જેમાં રત્નદીપસિંહ જાડેજા (ટેકનીકલ મેનેજર, ઇન સ્કુલ એન્ડ ડી.એલ.એસ.એસ. ભાવનગર જિલ્લા) એ વિશેષ ઉપસ્થિત રહી રમતવીરો ના ઉત્સાહ માં વધારો કર્યો હતો. બેસ્ટ પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ કર્મદિપસિંહ જાડેજા (સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ), ડોડીયા સેજલ (કન્યા વિદ્યાલય હોસ્ટેલ, વળાવડ), બેસ્ટ એટેકર ઓફ ધી ટુર્નામેન્ટ ડોડીયા જય (આર.કે. ઘર શાળા વિનય મંદિર), ગૌસ્વામી રીતુ (કન્યા વિદ્યાલય, વળાવડ), બેસ્ટ સેટર ઓફ ધી ટુર્નામેન્ટ ગોહેલ ધ્રુવ (આર. કે. ઘર શાળા વિનય મંદિર), ડાભી કવિતા (કન્યા વિદ્યાલય, વળાવડ), બેસ્ટ ડિફેન્ડર ઓફ ધી ટુર્નામેન્ટ બાંભણીયા ઓમ (સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ), બારૈયા વંદના (કન્યા વિદ્યાલય, વળાવડ), ઈમર્જીન પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ પૃથ્વીરાજસિંહ ગોહિલ (તક્ષશીલા વિદ્યાપીઠ ગ્લોબલ મીડીયમ), ચુડાસમા રાજવીબા (નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય) ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, આ ત્રણ દિવસ દરમ્યાન ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ દરેક ટીમ માંથી મેન ઓફ ધી મેચને ટ્રોફી આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતો સાથે બંને વિજેતા અને રનર્સ અપ ટીમ ને ટ્રોફી, મેડલ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..

error: Content is protected !!