Bhavnagar
ભાવનગરનીં હોટલમાં દારૂની મહેફિલ માણી રહેલા 11 નબીરાઓ ઝડપાયા

પવાર
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ હોટલમાંથી પોલીસે દારૂની મહેફીલ માણતા 11 નબીરાઓને ઝડપી લીધા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસે પૂર્વ બાતમી ને આધારે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ હોટલ સુગર એન્ડ સ્પાઇમાં આવેલ રૂમ નંબર 201 માં દારૂની મહેફિલ પર રેડ પાડીને અમદાવાદ સેટેલાઈટ માં રહેતા સંજયભાઈ વિષ્ણુભાઈ કોટક, ભાવનગર સુભાષનગર ક્રિષ્ના ટાઉન શિપમાં રહેતા હિમાંશુભાઈ જગદીશભાઈ અંધારીયા, સુભાષ નગર શ્રમજીવી સોસાયટીમાં રહેતા સુરેશભાઈ મગનભાઈ કંટારીયા, વિજ્ય રાજ નગર શેરી નંબર 8 માં રહેતા જ્યદીપભાઇ ભુપતભાઈ પટેલ, વિજય રાજ નગર શેરી નંબર 5 માં રહેતા અને મુળ સુરતના રહેવાસી ધાર્મિક ભાઈ મુકેશભાઈ નગરીયા, કુંભારવાડા માઢીયા રોડ શેરી નંબર 7 માં રહેતા પ્રફુલભાઈ ત્રિભુવનભાઈ સરવૈયા.
ભરતનગર જુના ત્રણ માળીયા શિવનગરમાં રહેતા અમીષભાઈ ગુણુભાઈ શાહ, સુભાષ નગર એરપોર્ટ રોડ આરાધના સોસાયટીમાં રહેતા આનંદભાઈ ધનસુખભાઈ પટેલ, મહિલા કોલેજ સાંકેત કોમ્પલેક્ષ ફ્લેટ નંબર 406 માં રહેતા સુનિલભાઈ ભાસ્કરભાઈ વ્યાસ, સુભાષ નગર ભોળાનાથ સોસાયટીમાં રહેતા નરેશભાઈ હરીસિંહ ગોહિલ અને રૂપાણી સર્કલ અખંડ આનંદ ફ્લેટ માં રહેતા રશ્મિનભાઈ સરેશભાઈ રેલીયા સહિત 11 વ્યક્તિઓને ઈંગ્લીશ દારૂની મહેકિલ માણતા ઝડપી લીધા હતા.