Sihor
તારી મહાનતાને છંદથી શણગારવાની જરૂર નથી એ દેશ.’હીંન્દુસ્તાન’ નામ જ અભીમાન કરવા જેવી ગઝલ છે ; મિલન કુવાડીયા
બરફવાળા
સિહોરના સચ્ચિદાનંદ ગુરુકુળ ખાતે દેશભકિતના માહોલ સાથે 77 માં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ ઉજવણી, લોકનેતા અને શંખનાદ સંચાલક મિલન કુવાડીયાના હસ્તે ધ્વજવંદન, યે દેશ હૈ વીર જવાનો કા….સહિતના દેશભકિતના ગીતોથી ગુરુકુળનું પટાંગણ ગુંજી ઉઠયુ
દેશભકિતના માહોલ સાથે આજે સોમવારે સિહોર શહેર અને તાલુકામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સિહોરની નામાંકિત શિક્ષણિક સંસ્થા સચ્ચિદાનંદ ગુરુકુળ ખાતે આન, બાન અને શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. લોકનેતા અને શંખનાદ સંચાલક મિલન કુવાડીયાના હસ્તે ધ્વજવંદન થયું હતુ યે દેશ હૈ વીર જવાનો કા…સહિતના દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. સ્વાતંત્ર્ય પર્વ નિમીત્તે વિવિધ કાર્યક્રમનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતું.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન, સાંસ્કૃતિક, રમત-ગમત, પરેડ, વૃક્ષારોપણ, સન્માન સહિતના કાર્યક્રમ યોજાયા હતાં. લોકનેતા અને શંખનાદ સંચાલક મિલન કુવાડીયાએ ધ્વજવંદન કર્યું હતું જેમાં ફાધર વિનોદ, ડો સહદેવસિંહ ચૌહાણ, ડો યુવરાજસિંહ ચુડાસમા, રિટાયર્ડ પીએસઆઇ યાદવ તેમની સાથે પણ જોડાયાં હતાં. કુવાડીયાએ પોતાના શેર શાયરી સાથે કરેલા ઉદબોધનમાં જણાવ્યું કે તારી મહાનતાને છંદથી શણગારવાની જરૂર નથી એ દેશ.’હીંન્દુસ્તાન’ નામ જ અભીમાન કરવા જેવી ગઝલ છે આગળ જણાવ્યું કે આપણે સમગ્ર વર્ષ આઝાદી અમૃત મહોત્સવની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી છે. છેલ્લાં બે દિવસથી આપણે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આપણાં ઘર, કચેરી, વ્યવસાયિક પ્રતિાનો, ઔદ્યોગિક ગૃહો આ દરેકે – દરેક જગ્યાએ તિરંગો લહેરાવીને માં ભારતીનું ગૌરવ ગાન કર્યું છે. ગાંધીજીએ આખી આઝાદીની લડતનું નેતૃત્વ લીધું હતું.
આવાં વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના તાંતણે બંધાયું છે ત્યારે આવાં મહાનુભાવોના સત્કર્મોને યાદ કરી તેમને નતમસ્તક વંદન કરું છું. કુવાડીયાએ આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આજે 77 મા સ્વતંત્રતા પર્વની ઉજવણીની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે આગળ સૌને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત દેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. આજે આપણે સૌ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આપણા વીર સપૂતો અને દેશભકતોના બલીદાનના કારણે આપણને આઝાદી મળી છે ત્યારે હું એ વીર શહીદોને નમન કરું છું.
વધુમાં જણાવ્યું હતું કે આઝાદીના ૭૫ વર્ષમાં ભારતે વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત એ એકતા, અખંડિતતા, સર્વ બંધુત્વ અને વસુધૈવ કુટુંબકમ્ નો વિચાર એટલે ધરાવતું રાષ્ટ્ર છે. આજે દેશની સીમા પર રાષ્ટ્રની રક્ષા કરતા દેશના વીર સપૂતોને હું વંદન કરું છું.