Sihor
સિહોરમાં શાનથી તિરંગો લહેરાયો ; 77માં સ્વતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે શાનદાર ઉજવણી

પવાર
ઘાંઘળી ગામ દેશભક્તિના રંગોમાં રંગાયું, ડે કલેકટર દિલીપસિંહ વાળાએ ત્રિરંગાને વંદન કરી સલામી આપી, અનેકવિધ કાર્યક્રમોએ આકર્ષક જમાવ્યું, મુખ્ય આગેવાનો અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ
સિહોર શહેર ઉપરાંત તાલુકા મથકે રાષ્ટ્રીય તહેવાર દેશભક્તિમાં તલ્લીન થઈને ચોમેર ઉજવાયો છે. ઘાંઘળી ગામે તાલુકા કક્ષાની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન પરેડ સાથે દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થયા હતા. સિહોરના ઘાંઘળી ગામે 77માં સ્વતંત્રતા પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સિહોરના ડે કલેકટર દિલીપસિંહ વાળાએ ધ્વજવંદન કરીને સલામી ઝીલી હતી અને ત્યાર બાદ પ્રવચન અને આઝાદીની વાત સાથે જણાવ્યું હતું ભારતના 77માં સ્વતંત્રતા પર્વની સૌ સિહોરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી કરાવનારા પ્રત્યેક વીર શહીદ તથા અન્ય તમામ નામીઅનામી ક્રાંતિકારીઓને નતમસ્તક વંદન કરૂ છું દેશના વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના બંધમાં બંધાયું હતું ઉજવણીમાં સિહોર પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ યોજી તિરંગાને સલામી આપી હતી અને પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે સ્કૂલ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
તેમજ સ્વયં સેવકો, મહેસૂલ, પોલીસ, 108 એમ્બ્યુલન્સ, પંચાયત સહિતના વિવિધ વિભાગ કર્મચારીઓને પ્રશંસનિય સેવા બદલ સન્માનિત કરાયા હતા અને કાર્યક્રમ સ્થળ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડે કલકેટર દિલીપસિંહ વાળા સાથે તાલુકા શહેરના આઝાદ ઉચ્ચ અધિકારી, પદાઅધિકારી, આગેવાનો કાર્યકરો હોદ્દેદારો સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.