Sihor
કામદારો મરણીયા બન્યા, પગાર નહિ થાય તો આંદોલન : સિહોર નાયબ કલેકટરને રજુઆત

પવાર
નગરપાલિકા કામદારો કંટાળ્યા, દર મહિને પગારની પણોજળ, પાલિકા ઘણીધોરી વગરની, આગામી બે દિવસમાં પગાર ન થાય તો ઉગ્ર આંદોલન, માવજી સરવૈયાની આગેવાનીમાં રજુઆત
સિહોર સફાઈ કામદારો પગારને લઈને નાયન કલેક્ટરને કરી રજુઆત કરી છે પગાર નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સિહોર ના સફાઈ કામદારો ને લઈને કોઈ ને કોઈ વિવાદમાં નગરપાલિકા રહ્યું છે. એ પછી ભરતીનો વિષય હોય કે કાયમિક કરવાનો કે પછી પગાર નો.
સિહોરમાં સફાઈ કામદારો ને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવામાં આવ્યો નથી જેને લઈને આજે સિહોર નાયબ કલેક્ટર ને લેખિતમાં આવેદન આપીને વહેલી તકે પગાર કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે વહિવટદર જેમની નિમણુંક કરવામાં આવી છે તે આજ દિવસ સુધી આવ્યા નથી અને નગરપાલિકા ચીફ ઓફિસર દસ દિવસથી રજા ઉપર છે તો પગાર અંગે રજુઆત કોને કરવા જવી.
બીજી તરફ સુવર્ણ જ્ઞાતિના બે કામદારોમાં નોકરી મેળવેલ છે અને સફાઈ ના કામો કરતા નથી તો આવા લોકોને નોકરીમાંથી કાઢી ને સફાઈ કરે તેવા કર્મીઓને નોકરી આપવી જોઈએ. જો આગામી ૪૮ કલાકમાં પગાર કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સફાઈ કર્મીઓ દ્વારા આપવામાં આવી હતી.