Sihor
સિહોરના રેલવે ફાટક બાવળવાળા મેલડી માતાજી મિત્ર ગ્રુપ મંડળ દ્વારા ભવ્ય માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરાયું

દેવરાજ
ભોળાદ સુરાપુરા ધામના દાનભાબાપુની વિશેષ પધરામણી
સિહોર રેલવે ફાટક ગ્રુપ દ્વારા ગઈકાલે બાવળ વાળા મેલડી માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો યોજાયો હતો જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લેવા પધાર્યા હતા અને પ્રસાદનો પણ લાભ લીધો હતો ત્યારે આ માંડવાની અંદર ભોળાદ ના સુરાપુરા સત દાનભાબાપુ ની વિશિષ્ટ ઉપસ્થિતિમાં ભાવિક ભક્તોને ભારે ભીડ જોવા મળી હતી અને આ રંગ કસુંબલ માંડવાની અંદર પૈસાના વરસાદ થયા હતા.
આ રીતે રેલવે ફાટક બાવળવાળા મેલડી માતાજી ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં હજારની સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો અને પ્રસાદનો લાભ લીધો હતો ભોળાદના સુરાપુરા એવા દાનભા બાપુની વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.