Connect with us

Sihor

સગીરાને મરવા મજબૂર કરનારને ઉદાહરણ રૂપ સજા થવી જોઈએ ; ગોપાલ ઇટાલિયા

Published

on

Whoever forces the death of a minor should be punished as an example; Gopal Italia

પવાર

સિહોર પંથકમાં સગીરા આત્મહત્યા મામલે આજે રવિવારે સુરકા ગામે યોજાયેલ શોકસભા અને કેન્ડલ માર્ચમાં ગોપાલ ઈટાલીયા, વિજય માંગુકિયા સહિતના નેતાઓની હાજરી ; સુરતથી લોકો મોટી સંખ્યામાં જોડાયા

સિહોર પંથકની સગીરાએ પાણીના ટાંકામાં આપઘાત કરી લેતા મામલો ખૂબ ચગ્યો છે આજે રવિવારે સુરકા ગામે યોજાયેલ શોકસભા અને કેન્ડલ માર્ચમાં ગોપાલ ઈટાલીયા, વિજય માંગુકિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે બનાવ ખૂબ

દુઃખદ છે તેમજ આરોપીઓને ઝડપથી સજા ફટકારવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ સમગ્ર કેસને ઝડપથી ચલાવવામાં આવે. તેમજ જામીન પણ ન મળે તે પ્રકારની કાર્યવાહી કરવાની માંગ કરી છેગઈ તા.૯મીએ આત્મહત્યા વ્હોરી લેનાર સિહોર પંથકની સગીરાના આત્મશાંતિ અર્થે મૃતક સગીરાના સહિત સર્વ સમાજ દ્વારા આજે રવિવારના રોજ જાહેર શોકસભા અને કેન્ડલમાર્ચ યોજાઈ હતી.

સિહોર તાલુકાના મોટાસુરકા ગામના ૩શખ્સોની સતત પજવણી અને ત્રાસ થી કંટાળી સિહોર પંથકની સગીરાએ પ્રથમ ઝેરી દવા પી લઈ પાણીના ટાંકામાં પડી આત્મહત્યા વ્હોરી લીધી હતી, ઘટનાના પગલે સગીરાના સમાજના તેમજ અન્ય લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો અને ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરી સગીરાને મરવા મજબુર કરનારાઓને ઝડપી લઈ સખ્ત સજા કરવાની માંગ ઉઠી હતી દરમ્યાનમાં ૩શખ્સોના ત્રાસથી આત્મહત્યા વ્હોરી લેનાર સગીરાના આત્મશાંતિ અર્થે આજે રવિવારના રોજ જાહેરશોકસભા અને કેન્ડલમાર્ચનું આયોજન કરાયું હતું આ શોકસભા અને કેન્ડલમાર્ચમાં મૃતક સગીરાના સમાજના સહિત સર્વસમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મૃતક સગીરાને શ્રદ્ધાંજલિ આપી હતી

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!