Connect with us

Sihor

સુશાસન દિવસ ; ભારતરત્ન અટલજીની 98મી જન્મજયંતી નિમિત્તે સિહોર ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી

Published

on

Good Governance Day; Good Governance Day celebrated by Sehore BJP on the occasion of Bharat Ratna Atalji's 98th birth anniversary

દેવરાજ

કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તા.25 ડિસેમ્બરના રોજ ‘ગુડ ગવર્નન્સ ડે’ એટલે કે ‘સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં તા.19 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કર્યા બાદ તા.25 ડિસેમ્બરના રોજ ‘સુશાસન દિવસ’ મનાવવામાં આવે છે. આજના દિવસે ભારતરત્ન અટલજીની જન્મજયંતી હોવાથી તેમના મહાન કાર્યોની જ્યોતિ આજે પણ જ્વલિત રહે તે હેતુથી ‘સુશાસન દિવસ’ મનાવવામાં આવે છે.જે અંતર્ગત, આજરોજ સુશાસન દિવસ ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા ખાતે શહેર ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી અટલ બિહારી બાજપાઈજીના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત અર્પણ કરવામાં આવી હતી તેમજ સિહોર સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું

Good Governance Day; Good Governance Day celebrated by Sehore BJP on the occasion of Bharat Ratna Atalji's 98th birth anniversary

અહીં નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ શહેર ભાજપ પ્રમુખ ડી સી રાણા તેમજ ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો તેમ જ કાર્યકરો હાજર રહ્યા હતા અને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજના આ પ્રાસંગિક ઉદબોનમાં વિક્રમભાઈ નકુમ, અને ડીસી રાણાએ જણાવ્યું હતું કે પ્રજા અને સરકાર વચ્ચેનું અંતર ઘટાડવું એ જ અમારી વિભાવના છે. સેવા સેતુ કાર્યક્રમ અને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જેવા પગલાં લેવાથી આજે જન-જન સુધી એક વિશ્વાસ પહોંચ્યો છે કે, સરકાર સતત તેમની સાથે છે. પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના હોય કે, વિશ્વાસથી વિકાસ યાત્રા, દરેક જગ્યાએ ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વર્ષો પૂર્વે જે સુશાસનનો પાયો નાખ્યો છે, તેને વધુ મજબૂત કરવા અમે અને અમારી ટીમો સતત કાર્યરત છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!