Sihor
તે જે અમને આપ્યું અને તારી પાસેથી અમે જે શીખ્યા તેને શબ્દોમાં કહી શકતા નથી ; હેપ્પી બર્થ ડે લવ યુ
“શંખનાદ” સાચુ કહું તો તે અમને જે ખુબ આપ્યું છે, અમે તને જીવાડી છે તે અમને જીવડયા છે, તે કહેવુ પણ યોગ્ય છે, તારી આવક શૂન્ય છે છતાં જાત સાથે પ્રામાણિક રહી તને જીવાડવા માટેનો જુસ્સો આજે પણ અકબંધ છે. મને લાગે છે મિલન કુવાડિયા સાથે કામ કરવું ઈશ્વરની કોઈ મોટી કૃપા અથવા ગયા જન્મના પુણ્ય હશે તે કહેવું અતિશયોક્તિ નથી, જ્યારે આપણો ખરાબ સમય હોય ત્યારે નબળી ક્ષણ પણ આવે અમારી સામે પણ તેવો ખરાબ સમય અનેકો વખત આવ્યો છતાં ત્યારે પણ તારી શાખ ખરાબ થાય નહીં તેનું અમે ધ્યાન રાખવાનો પુરતો પ્રયાસ કર્યો છે. અમારી ઉપર ભરોસો રાખ અમે તને પ્રમાણિક રાખવાનો સદૈવ પ્રયત્ન કર્યો છે, તને પ્રમાણિક રહેવાનું છે તે વચન અમે બીજા કોઈને નહીં અમારી જાતને આપ્યું છે. ૧૨ વર્ષની સફરમાં તે જે અમને આપ્યું અને તારી પાસેથી અમે જે શીખ્યા તેને શબ્દોમાં કહી શકતા નથી, આ સફરમાં અનેક મિત્રો મળ્યા, અનેક મિત્રોનો સહકાર મળ્યો અને મળતો રહે છે આમ તો માધ્યમો સરકાર પોલીસ કે તંત્ર અને લોકોએ શું કરવાની સલાહ આપવાનું જ કામ કરતા હોય છે, લાંબો સમય અમે પણ તેવું જ કર્યું, પણ પછી તે અમને શીખવ્યું કે આપણું કામ માત્ર દંડો લઈ દંડવાનું જ નથી, કયારેક આપણા સ્વભાવમાં નરમાશ, ક્યારેક કઠોરતા પણ હોય પણ કઠોરતામાં બદલો દેવાની નહીં પણ બદલાવની ભાવના હોય.
અમને ખબર છે અમે અનેક વખત ભુલ પણ કરી છતાં તે અમને અમારી ભુલ બતાડી અને જીવનને નવો ડાયવર્ઝન પણ આપ્યો. થોડાક મિત્રોની નારાજગી વચ્ચે તને પ્રેમ કરનારા મિત્રોની સંખ્યા લાખોની સંખ્યામાં પહોંચી ગઈ છે. જેઓ નારાજ છે તેઓ પણ તને પ્રેમ કરતા થઈ જાય તેવો પ્રયાસ અને મનનો ભાવ છે. લાખો લોકો જ્યારે તને જોતા હોય વાંચતા હોય ત્યારે અમને ગૌરવ થવું સ્વભાવીક છે તારૂ કામ કોઈને રાજી કરવાનું અને દુઃખી કરવાનું નથી. તારો હેતુ એક એક માણસના જીવનમાં સારુ કરવાનો છે, ખાસ કરી પ્રચાર પ્રસારના માધ્યમોની હરિફાઈઓ વચ્ચે આજે સમાચારની સંસ્થા સાથે મીડિયા ક્ષેત્રે ટકી રહેવું અઘરું બની રહ્યું છે અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ એક માધ્યમ તરીકે સતત કાર્યરત રહીને અનેક અવરોધો પ્રશ્નો પડકારોને પાર કરી સત્યને વળગી રહી લોકો માટે અડીખમ ઉભા રહીએ છે તેનું કારણ અમે તને પ્રમાણિક રાખવાનો સદૈવ પ્રયત્ન કર્યો છે તને પ્રમાણિક રહેવાનું છે તે વચન અમે બીજા કોઈને નહીં અમારી જાતને આપ્યું છે..
– સલીમ બરફવાળા