Connect with us

Sihor

સિહોર નગરપાલિકા ખાતે ૧૩ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

Published

on

13th-national-voters-day-was-celebrated-at-sihore-municipality

પવત

  • લોકશાહીની ભેટ એવાં અમૂલ્ય મતદાનનો અવશ્ય ઉપયોગ કરી લોકશાહીને જીવંત રાખીએ – ચીફ ઓફિસર મારકણા

સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર અને ચૂંટાયેલા પ્રતિનિધિની અધ્યક્ષતામાં ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નગરપાલિકા ખાતે કરવામાં આવી હતી, નગરપાલિકા ચીફઓફિસર મારકણાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલાં અમૂલ્ય એવાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે. આ અવસરે તેમણે જણાવ્યું કે, મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને અનેક નવાં યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે.

13th-national-voters-day-was-celebrated-at-sihore-municipality

સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે મતપાત્ર તમામ વયજૂથના લોકોને ઓળખી તેમના ઘરે, કોલેજ પર તેમજ ઔદ્યોગિક વિસ્તાર હોય મતપાત્ર મતદાતા જ્યાં હોય ત્યાં જઇને ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. ચૂંટણીમાં એકએક વોટ અગત્યનો હોય છે ત્યારે જાગૃત નાગરિક તરીકે બાકી રહેલાં નાગરિકો પણ પોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરી લે અને જો ન નોંધાયું હોય તો સત્વરે નોંધાવી દે તે માટેની અપીલ પણ તેમણે કરી હતી. આ માટેની નોંધણી એપ દ્વારા પણ કરી શકાય છે

error: Content is protected !!