Sihor
સાગવાડી ના ખોદીને પડતા મુકેલ માર્ગ ઉપર પાણી ફર્યાં – વરસાદ ને લઈને રાહદારીઓ વાહન ચાલકો અટવાયા
દેવરાજ
પડ્યા ઉપર પાટું
આ તસવીર જોઈને તમારી માનવતા જાગતી નથી ચુડાસમા સાહેબ
સરકારી અધિકારીઓની મનમાની ને લઈને રાહદારીઓ જીવને હથેળી માં લઈને નીકળવું પડે એવી દયનિય સ્થિતિ સિહોર ના સાગવાડી ગામના દ્રશ્યો માં દેખાઈ રહી છે. ચાર મહિનાથી ખોદીને મૂકી દીધેલ રસ્તા ને નવો બનાવવાનું અંજળ શેના કારણે આવી રહ્યું નથી એ અહીંના ગ્રામજનો ને સમજમાં આવી રહ્યું નથી.
અનેક રજૂઆતો આંદોલન રસ્તા બંધ કરાયા તો પણ અંતે તો પરિણામ માં શૂન્ય જ રહ્યું. પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ અહીંથી પસાર થતા હજારો રાહદારીઓ અને ગ્રામજનોની થઈ છે. સિહોર સહિત પંથમાં ચાર પાંચ દિવસથી મેઘરાજા પ્રકોપ દેખાડી રહ્યા છે. જેને લઈને સાગવાડી ના ખોદીને પડતો મૂકી દીધેલ માર્ગ ઉપર પાણીનું તળાવ ભરાય ગયું છે.
આ પાણીના તળાવ માંથી જીવના જોખમે રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. કદાચ આ તસવીર જોઈને રોડ વિભાગના અધિકારીઓમાં રહેલ માણસ જાગે ને ગ્રામજનો નો અને રાહદારીઓ નો ઉદ્ધાર કરે તો….બાકી ડબલ એન્જીન સરકાર માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે