Sihor
સિહોરમાં ભાજપ દ્વારા તારીખ 25 અને 26 ના રોજ મતદાતા ચેતના અભિયાન
પવાર
18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારોના નામની નોંધણી ભાજપના કાર્યકર્તાઓ ઘેર ઘેર ફરીને કરશે, આજે માર્ગદર્શન બેઠક મળી
ચૂંટણીઓ વખતે મતદાતા નોંધણી નું કામ ચૂંટણી વિભાગ દ્વારા કરાતું હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત દેશમાં ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારોના નામની નોંધણી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે. નવા મતદારોને જોડવાની આ કામગીરી તારીખ તારીખ 25 અને 26 ના રોજ ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ ઘેર ઘેર જઈ લોક સંપર્ક દ્વારા કરશે અને નવા મતદારોને જોડવાનું કામ કરશે. આ ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટીઓમાં પણ જઈને મતદાર નોંધણી કરશે. કોલેજના કેમ્પસમાં બહાર નોંધણીનું કામ કરાશે. નોંધણી ફોર્મ દ્વારા અથવા તો ઓનલાઇન પણ થઈ શકશે. ફોર્મ નંબર 6 નામ નોંધણી નું છે. ફોર્મ નંબર 7 નામ કમી કરાવવા માટેનું છે, જ્યારે ફોર્મ નંબર 8 નામ, સરનામું, ફોન નંબર વગેરેમાં સુધારા વધારા માટેનું છે. મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત આજરોજ સિહોર તાલુકા અને શહેર ભાજપનો સયુંકત કાર્યશાળા ટાઉનહોલ સિહોર ખાતે યોજાઇ હતી આ કાર્યશાળા માં “મતદાતા ચેતના અભિયાન” સહિત જિલ્લામાં ચાલતા વિવિધ કાર્યક્રમો “મન કી બાત” “શક્તિ કેન્દ્ર અને બુથ સત્યપન ફોર્મ” બુથ વાઈઝ “વોટ્સએપ ગ્રૂપ” અંગે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભરતભાઈ મેર, દિગ્વિજયસિંહ ગોહિલ, અભયસિંહ ચાવડા, નાનુભાઇ ડાખરા, ઉમેશભાઈ મકવાણા, અનિલભાઈ ગોહિલ, ડી.સી.રાણા, કાળુભાઈ ચૌહાણ, વી.ડી.નકુમની વિશેષ ઉપસ્થિતિમાં અને શહેર અને તાલુકાના અપેક્ષિત આગેવાનો અને હોદેદારોની હાજરીમાં બેઠક યોજાઇ હતી