Sihor
સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે 77માં સ્વાતંત્ર્ય હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી
પવાર
સિહોરમાં ઠેર ઠેર 77મા સ્વાતંત્ર્ય દિનની અનેરા ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે 77માં સ્વાતંત્ર પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી હતી.
શાળાની પરંપરા મુજબ વર્ષ ૨૦ર૩ દરમિયાન ધોરણ ૧૦માં શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીની કુ.ઠક્કર પ્રાચી નિલેશભાઇના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા પરેડ,માસ પીટી, દેશભક્તિગીત, નાટક, યોગા, નૃત્ય જેવી સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. ટ્રસ્ટીશ્રી, સંચાલકશ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્યો અપાયા હતા. તથા છેલ્લે ઈનામ વિતરણ, મોં મીઠું કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવા યુગ ૫રિવર્તન સંગઠન દ્વારા શાળા કેમ્પસમાં વૃક્ષારો૫ણ તથા સીડ બોલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે જહેમત ઉઠાવી હતી. આ તકે પી કે મોરડીયાએ સુરક્ષિત, સ્વસ્થ અને સુવિકસીત ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી. એના કણકણમાં શૂરવીરતા, સાહસ અને સમર્પણની ગાથા છે. ભારતની મહામૂલી આઝાદી માટે લડત આપનાર તમામ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.