Sihor
કાળઝાળ ગરમી સાથે સિહોરના છેવાડાના વિસ્તારોમાં પાણી માટે વલખા, રઝળપાટ, મહિલાઓ ત્રાહિમામ

પવાર
ઉનાળો કાળઝાળ બન્યો છે જેની વચ્ચે સિહોરમાં પાણી સમસ્યા હલ થવાનું નામ લેતી નથી. છેવાડાના વિસ્તારોમાં પાણીનો પોકાર વધ્યો છે ઉનાળો મધ્યાંતરે પહોંચવા સાથે પાણીની માંગ વધી છે છેવાડાના વિસ્તારના લોકો બેડા લઇને અહીં તહીં ભટકી રહ્યા છે કાળઝાળ ગરમી સાથે પાણી નહિ મળતા રહીશો વલખા મારી રહ્યા છે. સિહોર વર્ષોથી પીવાના પાણીની અછત ભોગવે છે. પાણીની સમસ્યા ક્યારે દૂર થશે? તે સવાલ મોટો છે. કાળજાળ ગરમીમાં પાણી માટે મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
એકતા સોસાયટી, રામદેવનગર..1..2.. કેશવનગર, પાલન સોસાયટી, આશિષ સોસાયટી, સુવિધા સોસાયટી, વાલ્મિકી વાસ, સરાંણીયા વિસ્તાર, દેવીપૂજક વિસ્તારમાં પીવાનાં પાણીની ગંભીર સમસ્યા છે. આ વિસ્તાર અતિપછાત અને મહેનત મજૂરી કરનાર પરિવારોની સંખ્યા વધુ છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે મુક્તેશ્વર મહાદેવ ટ્રસ્ટ મંદિરના આગેવાનો તેમજ પુજારી અશોકબાપુ દ્વારા મંદિરના પટાંગણમાં પાઇપ કાઢીને પીવાનાં પાણીની વ્યવસ્થા કરી આપે છે. આ સમગ્ર વિસ્તારમા સમયસર તેમજ પૂરા ફોર્સથી પાણી આપવામાં આવતું નથી. ધીમું પાણી આપીને એન કેન પ્રકારે હેરાન પરેશાન કરવાના ઇરાદાથી આ બધું ચાલી રહયું છે. સ્લો પ્રેશર પાણી આપવું અને ખુબ ઓછા સમયમાં જેથી લોકોને પીવા માટેનું પાણી સમયસર મળતું નથી. જો આ બાબતે નગરપાલિકાના વહીવટદાર, ચીફ ઓફિસર, પાણીનાં સુપર વાઇઝર અને પાણી સપ્લાયર ગંભીરતાના પુર્વક નોંધ નહી લે અને પીવા માટેનું પાણી સવારના સમયે આપવામાં નહિ આવે તો મહિલાઓ નગરપાલિકાનો ઘેરાવ કરશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.