Connect with us

Sihor

સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉમેશ મકવાણા શાળાના બાળકોને ભોજન કરાવી જન્મ દિવસની ઉજવણી કરશે

Published

on

Umesh Makwana, former President of Sihore Municipality, will celebrate the birthday by giving food to the school children

સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉમેશ મકવાણા જમીનીસ્તરના નેતા છે. એકદમ સૌમ્ય સ્વભાવ કોળી સમાજમાં ખૂબ મોટી નામના અને છતાં લેશમાત્ર અભિમાન નહિ તેવા યુવા નેતા ઉમેશ મકવાણાનો કાલે જન્મ દિવસ છે જેઓ શાળાના બાળકોને ભોજન કરાવી જન્મ દિવસની ઉજવણી કરશે રાધે પેંડા નામની પેઢી ચલાવતા અને સિહોર મા રાધે પેંડાથી પોતાની કારકિર્દી શરૂ કરી દરેક સમાજમાં લોકચાહના સાથે વિશાળ મિત્ર મંડળ ધરાવતા ઉમેશ મકવાણાનો કાલે તા.1.ઓકટબરના રોજ જન્મદિવસ છે ઉમેશ મકવાણાએ રાજકીય ક્ષેત્રે પોતાનુ કીસ્મત અજમાવતા ભાજપના બેનર સાથે ચુંટણી લડ્યા હતા

Umesh Makwana, former President of Sihore Municipality, will celebrate the birthday by giving food to the school children

જંગી બહુમતી સાથે સિહોર નગરપાલિકાની ચુંટણી સૌથી નાની વયે વિજેતા બની નગરસેવક બન્યા હતા કોર્પોરેટર થી લઈ નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા હતા સાથે ભાવનગર જીલ્લાના મહામંત્રી પણ રહી ચૂકયા છે સમાજમાં અનેક સેવાકીય કાર્યો ઉમેશે કર્યા છે એક સામાન્ય પરીવારમા જન્મ લઈ પોતાના પિતા ધરમશીભાઈ સાથે પરીવારનુ પણ નામ રોશન કર્યું છે તેઓ પોતાના જન્મદિવસ ની ઉજવણી પ્રાથમિક શાળાના બાળકો ને ભોજન કરાવીને પરીવાર તથા મિત્ર સર્કલ સાથે સાદગીપૂર્ણ જન્મદિવસની ઉજવણી કરશે

Continue Reading
Advertisement
error: Content is protected !!