Connect with us

Surat

નર્મદ નગરીમાં ઉમાશંકર જોશી જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

Published

on

umashankar-joshi-jayanti-was-celebrated-in-a-unique-way-in-narmad-nagri

હેમરાજસિંહ વાળા

સુરતની નામાંકિત શાળા આશાદીપ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર સયુંકત ઉપક્રમે યોજાયેલ સર્વત્ર ઉમાશંકર શીર્ષક કવિશ્રી ઉમાશંકર જોશીની જયંતીની ઉજવણી કરવામાં આવી. આશાદીપ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક શ્રી શૈલેશભાઈ રામાણીના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓ સમક્ષ અનોખી શૈલીમાં ઉમાશંકર જોશીનું સ્મરણ કરી ભાવ વંદના કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સંચાલકશ્રી નિલેશભાઈ ગુજરાતીના અદ્ભૂત ભાષાશૈલીમા ઉમાશંકારને અમોલ મોતી ગણીને થઈ.

umashankar-joshi-jayanti-was-celebrated-in-a-unique-way-in-narmad-nagri

તેમજ ઉપસ્થિત મહેમાનોનું બૂકે અને બૂકથી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વક્તા અંકિત દેસાઈ અને બાળ વક્તા ચાર્મી ગુણા દ્વારા ઉમાશંકર જોશીની કવિતાનો રસાસ્વાદ અને કવિશ્રી જીવન કવન વિશે રસાળ શૈલીમાં ઉમાશંકરનો જીવન મસાલો વિષયમાં જોરદાર રજૂઆત થઈ. ગુજરાતી સાહિત્યને પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ અપાવી ગૌરવ અપાવનાર કવિશ્રી ઉમાશંકર જોશીએ પ્રકૃતિ સાથે જીવન જીવવાની જે શીખ આપેલી તેને બાળશ્રોતા સામે અદ્ભૂત રીતે પીરસીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી. કાર્યક્રમના સંચાલક નિલેશભાઈ ગુજરાતીએ ઉમાશંકર જોશીના જીવન પ્રસંગો રસાળ શૈલીમાં રજૂ કર્યા હતા.

umashankar-joshi-jayanti-was-celebrated-in-a-unique-way-in-narmad-nagri

અને ચાર્મી ગુણા દ્વારા ઉ.જો. ની એક વાર્તાને ખૂબ જ ભાવનાત્મક શૈલીમાં રજૂ કરી હતી. જાણે સમગ્ર વાતાવરણ ઉમાશંકર મય બન્યું હતું. યોજાયેલા સર્વત્ર ઉમાશંકર કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો, વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો. કાર્યક્રમના સંયોજક ડૉ.અંકિતા મુલાણીએ અકાદમીનાં અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા સાહેબ તેમજ મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ સાહેબ, શાળાના સંચાલક શૈલેષભાઇ રામાણી સાહેબ, કાર્યક્રમ સંચાલક નિલેશભાઈ ગુજરાતી, શ્રોતાગણ, તથા મુખ્ય વક્તા અંકિત દેસાઈ અને ચાર્મી ગુણાનો ખાસ આભાર માનીને આભારવિધિ કરી હતી.

Advertisement
error: Content is protected !!