Food
પોચા અને જાળીદાર ‘નાયલોન ખમણ’ ઘરે જ બનાવવા ટ્રાય કરો આ ટીપ
ગુજરાતીઓ ફરસાણ ખાવાના શોખીન હોય છે. ગુજરાતીઓને ફરસાણ બહુ ભાવતુ હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ફરસાણમાં અનેક પ્રકારની વેરાયટી લોકો રાખતા હોય છે. આજે અમે તમને મસ્ત નાયલોન ખમણની રેસિપી શીખવાડીશું. જો તમે આ રીતે નાયલોન ખમણ બનાવશો તો મસ્ત જાળી પડશે અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત થશે. નાયલોન ખમણ બનાવવાની આ રીત એકદમ સરળ છે. નાયલોન ખમણ ગુજરાતીઓનું પ્રિય ફરસાણ હોય છે. પરંતુ નાયલોન ખમણ બનાવતી વખતે નાની-નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે આ વાતોનું ધ્યાન રાખો છો તો ખમણ મસ્ત ફુલે છે અને ટેસ્ટમાં પણ સારા થાય છે. તો નોંઘી લો તમે પણ નાયલોન ખમણ બનાવવાની આ રીત..
બનાવવાની રીત
• નાયલોન ખમણ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં લીંબુના ફુલ, ખાંડ, તેલ અને પાણી નાંખીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને તમારે બે મિનિટ સુધી હલાવવાનું રહેશે.
• હવે આ મિશ્રણને 7 થી 8 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.
• ત્યારબાદ એક બાઉલમાં બેસન લો અને પાણી નાંખીને ખીરું તૈયાર કરી લો.
• હવે આ ખીરામાં મીઠું નાંખીને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
• આ પ્રોસેસ થઇ જાય પછી ઢોકળીયાનું કુકર લો અને એમાં નીચે પાણી મુકો.
• આ પાણી પર કાંઠલો મુકો અને ગરમ થવા દો.
• ત્યારબાદ આ ખીરામાં બેકિંગ સોડા મિક્સ કરો અને મિશ્રણને હલાવી દો.
• હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.
• આ ખીરાને હવે થાળીમાં નાંખો અને ઢાંકીને 10 મિનિટ સુધી થવા દો.
• ત્યારબાદ ખમણ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને વઘારની તૈયારી કરો.
વઘાર કરવાની રીત
• વઘાર કરવા માટે સૌ પ્રથમ એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
• તેલ ગરમ થઇ જાય એટલે હિંગ, મીઠા લીમડાના પાન, લીલા મરચા નાંખો અને થવા દો.
• ત્યારબાદ અડધો કપ પાણી નાંખો અને ગરમ થવા દો.
• પાણી ગરમ થઇ જાય એટલે ખાંડ અને ચપટી મીઠું નાંખો અને થવા દો.
• ગેસ બંધ કરી દો અને ખમણની ચારેબાજુ નાંખી દો.
• આ ખમણ પર છેલ્લે કોથમીર અને નારિયેળનું છીણ નાંખીને ગાર્નિશ કરો.