Connect with us

Food

કાબુલી ચણાને આ રીત અજમાવી સ્ટોર કરી સડતા બચાવો

Published

on

Try this method to store Kabuli gram and save it from rotting

તમારા કિચનની સૌથી મોટી સમસ્યાઓમાંની એક છે, દાળ, કાબુલી ચણા જેવાં કઠોળ અને અનાજને યોગ્ય રીતે સ્ટોર કરવાં. ઘણીવાર સ્ટોરેજ કરવાની ખોટી રીતના કારણે તે સડવા લાગે છે, તેમાં ધનેરાં, કીડા પડવા લાગે છે. તમે ઘણીવાર જોયું હશે કે, કાબુલી ચણા અને કાળા ચણાને લાંબા સમય સુધી ડબ્બામાં બંધ રાખવાથી તેમાં ધનેરાં જેવા નાના-નાના કિડા પડવા લાગે છે.

આ ધનેરાં એટલાં નાનાં-નાનાં હોય છે કે, તે ચણામાં નાનાં-નાનાં કાણાં પાડીને અંદર ઘુસી જાય છે અને અંદરથી આખા ચણાને ખોતરી ખાય છે ધીરે-ધીરે. પછી આ ચણા પોલા થઈ જવાના કારણે જ્યારે તમે તેને પલાળો ત્યારે તે તરીને ઉપર આવી જાય છે. આ ધનેરાં તમારા અનાજને નુકસાન પહોંચાડે છે અને જો તમે આવાં અનાજ-કઠોળ ખાઓ તો તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

એટલે જ સૌથી મહત્વનું એ જ છે કે, તમારા ઘરમાં અનાજ-કઠોળમાં આવી જીવાત-કીડા પડે જ નહીં. આનાથી બચવા માટે તેને સ્ટોર કરતી વખતે તમારે કેટલાક સરળ ઉપાય અજમાવવા જોઈએ. અહીં જુઓ આ સરળ ટિપ્સ.

Try this method to store Kabuli gram and save it from rotting

લાલ મરચાનો ઉપયોગ કરો

જ્યારે પણ તમે ચણા જેવા કઠોળને લાંબા સમય સુધી સ્ટોર કરતા હોવ ત્યારે ડબ્બામાં આખા લાલ મરચાના થોડા ટુકડા પણ મૂકો. લાલ મરચાં ચણામાં કીટાણુનાશકનું કામ કરે છે અને તેમાં ધનેરાં નથી પડતાં.

Advertisement

આ જ રીતે તમે બીજાં કોઈપણ અનાજ, કઠોળ કે દાળ સ્ટોર કરી રહ્યા હોવ તો તેમાં પણ આખાં લાલ મરચાં મૂકો. તેનાથી ધનેરાં અને અન્ય જીવાત દૂર જ રહેશે.

વધારે માત્રામાં સ્ટોર ન કરો

આમ તો આ સૌથી સરળ ઉપાય છે કે, અનાજ-કઠોળને ધનેરાં-જીવાતથી બચાવવા માટે તેને વધારે માત્રામાં સ્ટોર ન કરવું. અનાજ-કઠોળને લાંબા સમય સુધી સ્ટોર કરવાથી તેની સડવાની શક્યતા વધી જાય છે. જો તમને એમ લાગતું હોય કે, તમારા ઘરમાં ચણામાં જીવાત પડવાની શરૂ થઈ ગઈ છે તો તેને ઓછામાં ઓછા એક કલાક સુધી તડકામાં તપાડો.

Try this method to store Kabuli gram and save it from rotting

અનાજ-કઠોળને તડકામાં સૂકવવાથી તેમાંથી બધો જ ભેજ સૂકાઈ જાય છે અને તેમાં ધનેરાંની શક્યતા પણ ઓછી થઈ જાય છે. આ માટે તમે ચણાને સામાન્ય શેકીને પણ સ્ટોર કરી શકો છો. જેથી તેમાં ધનેરાં નહીં પડે. કાબુલી કે કાળા ચણાને હંમેશાં કાચની એરટાઈટ બરણીમાં જ સ્ટોર કરવા જોઈએ. સ્ટોરેજ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બરણીમાં જરા પણ ભેજ ન હોય.

તેજપત્તાનો ઉપયોગ કરો

Advertisement

કાબુલી ચણાને સડતા બચાવવા માટે બરણીમાં થોડાં તેજપત્તાં નાખો. તેજપત્તાંની સુગંધથી તેમાં કિડા નહીં પડે અને આ પત્તાંનો ફ્લેવર પણ ચણામાં મિક્સ થઈ જશે. આમ કરવાથી તમે જ્યારે પણા કાબુલી ચણા બનાવો ત્યારે તેનો સ્વાદ વધી જાય છે. તેજપત્તાની સુગંધથી તેમાં પડતી જીવાત પણ બહાર નીકળી જાય છે અને અંદર ભેજ પણ ઓછો થાય છે.

તજનો ઉપયોગ કરો

જો તમે કાબુલી ચણાને લાંબા સમય સુધી સ્ટોર કરવા ઈચ્છતા હોવ તો તેની બરણીમાં તજનાં થોડાં લાકડાં મૂકો. તજની સુગંધથી જીવાત દૂર ભાગશે.

કાબુલી ચણાને સ્ટોર કરતી વખતે આ બાબતોનું પણ રાખો ધ્યાન

જ્યારે પણ તમે બજારમાંથી કાબુલી કે કાળા ચણા ખરીદો ત્યારે તેની એક્સપાયરી ડેટ ચોક્કસથી તપાસો. ઘણીવાર અનાજ-કઠોળ વધારે જૂનાં થઈ જાય તો પણ તે બગડવા લાગે છે. જો ચણામાં બહુ વધારે જીવાત પડી ગઈ હોય તો સૌથી પહેલાં તો તેને અન્ય અનાક-કઠોળથી દૂર કરી દો અને પછી તેનો ઉપયોગ કરવાની જગ્યાએ તેને ફેંકી દો. બજારમાંથી ચણા લાવ્યા બાદ તેમાં રહેલ કોઈપણ કિડાનાં ઈંડાં મારવા માટે તેને 3-4 દિવસ માટે ફ્રિજરમાં મૂકી દો અને પછી જ તેનો ઉપયોગ કરો. સ્ટોરેક કબાટને આખેઆખુ બ્લીચિંગ પાવડરથી ધોઈને સૂકવી લો અને આખી રાત માટે ખુલ્લુ રહેવા દો. કિચનના કબાટમાં લીમડાનાં સૂકાં પાન મૂકવાથી જીવાત દૂર રહે છે.

Advertisement

આ નૂસખાઓ અજમાવવાથી કાબુલી ચણા હોય કે કાળા ચણા, કે પછી બીજાં કોઈ અનાજ-કઠોળ, તેને સડતાં બચાવી શકાય છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!