Sihor
માવઠા થી પરેશાન : સિહોર પંથકમાં ખેડૂતોને કમોસમી વરસાદથી થયું લાખોનું નુકશાન
બુધેલીયા
સતત વરસાદી માહોલના કારણે ખેડૂતોની ચિંતા વધી : ઘઉં ચણા બાજરી અને લીંબુ પાકમાં નુકસાન થાય તેવી ભીતિ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેની અસર બે દિવસથી જ વર્તાઈ રહી છે. સિહોર પંથકના કેટલાક વિસ્તારો તેમજ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કમોસમી માવઠાના લીધે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે અન્ય પાકો પણ માવઠામાં ખરાબ થતા ખેડૂતોએ બેવડો માર સહન કરવાની નોબત આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિહોર સહિત તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે આકાશ કાળા દિમાગ વાદળોથી ઘેરાયા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે કમોસમી માવઠાના લીધે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનો પાક તેમજ ઘાસ અને ચણાના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ખેડૂતોમાં ચિંતાની લકીરો તણાઈ રહી છે