Sihor
સિહોરની બજારોમાં પોલીસની ટ્રાફીક ડ્રાઇવ ; દબાણ અને ગીર્દી કરતા વેપારીઓને પોલીસની સૂચના

દેવરાજ
સિહોર શહેરની મુખ્ય બજારોમાં અડચણ રૂપ માલ સામાન અને દુકાન બહાર કરેલ ટાંગણીના કારણે પણ વાહન પાર્કીંગ કે રાહદારીઓને અડચણનો સામનો કરવો પડે છે જેથી આવા દબાણો દુર કરી રસ્તો ખુલ્લો કરવા વ્યાપક લોકમાંગને લઈ પોલીસ મેદાને પડી છે. મુખ્ય બજારોમાં વેપારીઓ દ્વારા પોત પોતાની દુકાનોની બહાર આઠ-આઠ દસ-દસ ફુટ પોતાના માલ-સામાન બાકડા બહાર કાઢીને વેપાર કરતા કાયમી ટ્રાફીક પ્રશ્ન બને છે.
રોડની બંને સાઇડો પર વેપારીઓ બેફામ માલ-સામાન ગોઠવી દેવાતા રોડ પર ચાલતા જતા રાહદારીઓ તેમજ ખરીદી કરવા નીકળતા નાગરિકો, વાહન ચાલકોને ટ્રાફીકનો કાયમી માથાના દુખાવા સમાન પ્રશ્ન રહેતો હોય છે. મેઇન બજારોમાં સરકારી દવાખાના પાસેથી એસબીઆઇ બેંક સુધી તેમજ બેન્ક પાસેથી આંબેડકર ચોક સુધી તેમજ ડેલાની અંદરના ભાગેથી મોટા ચોક સુધીની મેઇન બજારમાં મોટાભાગના વેપારીઓ પોત પોતાની દુકાનોની બહાર બાકડા તથા પોતાનો માલ-સામાન રોડની બન્ને સાઇડો દબાવીને વેપાર કરતા હોવાથી દિનપ્રતિદિન ટ્રાફીક સમસ્યા વકરી હતી પોલીસે મુખ્ય બજારમાં પેટ્રોલીંગ હાથ ધરી ટ્રાફીક સમસ્યા હલ કરવાની કામગીરી કરી છે જેને લઈ લોકોમાં રાહત ઉભી થઇ છે..
રેલવે સ્ટેશન રોડ અને ભાવનગર રોડ પર ટ્રાફીક ડ્રાઇવ જરૂરી છે
સિહોરના રેલવે સ્ટેશન રોડ અને ભાવનગર રોડ પર કાયમી ટ્રાફીક પ્રશ્ન પેચીદો બન્યો છે જેથી નાગરિકો, વાહન ચાલકોને ટ્રાફીકનો કાયમી માથાના દુખાવા સમાન પ્રશ્ન હોવા છતાં જે તે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરાતા કાયમી ટ્રાફીક ઉભો થવા પામ્યો છે સિહોર રેલવે સ્ટેશન રોડ અને ભાવનગર રોડ ગુંદાણા સુધી વાહન પાર્કિંગ તેમજ રોડ વચાળે બન્ને સાઇડો દબાવીને વેપાર કરતા હોવાથી દિનપ્રતિદિન ટ્રાફીક સમસ્યા માથુ ઉચકી રહી છે
જેના કારણે નાગરિકો તથા વાહન ચાલકોને હાડમારી સહન કરવાનો વારો આવ્યો છે. ઉચ્ચ અધિકારી દ્વારા યોગ્ય પગલા લઇ જવાબદાર તંત્રને જરૂરી કાર્યવાહી કરાવવા માંગણી ઉઠવા પામી છે.