Connect with us

Ahmedabad

ટેબલને તિલક, દ્વાર પર શ્રીફળ: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે સંભાળ્યો કાર્યભાર

Published

on

Tilak on the table, shrifal on the door: Gujarat Congress state president Shaktisinh took charge

કુવાડિયા

પ્રદેશના તમામ નેતા – ધારાસભ્યોએ સાથે રહી શુભેચ્છા પાઠવી : કોંગ્રેસમાં જુસ્સો જોવા મળ્યો

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે નમન કરીને, પદયાત્રાથી લોકો સાથે જોડાઈને, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવનના દ્વારે શ્રીફળ વધેરીને અને તિલક ચાંદલા પોતાની ઓફિસના ટેબલ પર કરીને શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ તેમને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસ હાઈ કમાન્ડે શક્તિસિંહનું નામ જાહેર કર્યું હતું. પરંતુ બિપોરજોય વાવાઝોડાને લઈને તેઓએ કચ્છમાં કેમ્પ કર્યો હતો અને અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહતકાર્યમાં જોડાયા હતા અને કોંગ્રેસના કાર્યકરો સાથે રહ્યા હતા.

ત્યારબાદ ગઈકાલે તેઓએ ગાંધી આશ્રમે નમન કર્યા પછી જ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો. તેમણે જવાબદારી સ્વીકારી છે અને કહ્યું કે, ચાર્જ લઈશ તેમ સત્તા પડાવવી લેવા નહીં પણ લોકો માટે કામ કરવા આશીર્વાદ લીધા છે.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની કમાન સંભાળતા જ શક્તિસિંહ સહિતના પ્રદેશ કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડુ પણ આવી ગયું છે. તેઓ આગામી 22મીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.

error: Content is protected !!