Connect with us

Bhavnagar

ભાવનગરમાં પરોઢીયે કડાકા ભડાકા સાથે માવઠુ : ગઢડામાં કમોસમી વરસાદ

Published

on

thunderstorm-in-bhavnagar-at-dawn-unseasonal-rain-in-gadhda

Pvar

સિહોર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલ્ટો : ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો, ભાવનગરમાં વહેલી સવારે કડાકા ભડાકા સાથે ભરશિયાળે વરસાદ, વરસાદી માહોલથી ખેડૂતોમાં અને લગ્ન પ્રસંગના આયોજકોમાં ચિંતા

ભાવનગર પંથકમાં આજે સવારે પાંચ વાગ્‍યે એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. કમોસમી વરસાદ થી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે. જયારે લગ્ન પ્રસંગને કારણે ખુલ્લા પ્‍લોટ અને પાર્ટી પ્‍લોટમાં લગ્નના આયોજકો ચિંતામાં મુકાયા છે. ભાવનગર શહેરમાં આજે વહેલી સવારના પાંચ વાગ્‍યે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્‍યો હતો અને રસ્‍તાઓમાં પાણી ફરી વળ્‍યા હતા. ઠંડીને કારણે જયારે લોકો મીઠી નીંદરમાં સુતા હતા ત્‍યારે વીજળીના કડાકા ભડાકા અને વરસાદથી લોકો સફાળા જાગી ગયા હતા. કમોસમી વરસાદને કારણે મકાઈ, કપાસ સહિતના પાકોમાં નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે. જયારે લગ્નની સિઝન પૂર જોશમાં હોય ખુલ્લા મેદાનમાં અને પાર્ટી પ્‍લોટમાં યોજાયેલા લગ્ન સમારંભોમાં પણ કમોસમી વરસાદથી નુકસાન થવા પામ્‍યું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન વારંવાર કરવટ બદલી રહ્યું હોય તેમ કાતિલ ઠંડી વચ્ચે અમુક ભાગોમાં કમોસમી વરસાદ ખાબકયો હતો. ભાવનગરમાં વ્હેલી સવારે કડાકા ભડાકા સાથે માવઠું થયુ હતું તેવી જ રીતે બોટાદના ગઢડામાં અમુક પંથકમાં વરસાદ પડયો હતો જેને પગલે ઘઉં-ચણા સહિતના પાકને નુકશાનીની આશંકાથી ખેડુતોના જીવ અદ્ધર થયા હતા.કેટલાંક દિવસોથી કાતિલ ઠંડીનો સામનો કરતા ભાવનગર જિલ્લામાં આજે અમુક ભાગોમાં કમોસમી વરસાદથી ખાસ કરીને ખેડુતો તથા લગ્નપ્રસંગના આયોજકો ચિંતામાં મુકાઈ ગયા હતા.

thunderstorm-in-bhavnagar-at-dawn-unseasonal-rain-in-gadhda

માવઠાથી ઘઉં, ચણા, બાજરી, મકાઈ, શાકભાજી, ઘાસચારાને નુકશાનની શંકા : ખેડુતોમાં ચિંતા : લગ્નપ્રસંગોના આયોજકોને પણ વરસાદી વિધ્નનો ભય

માવઠાને કારણે ઘઉં, ચણા, બાજરી, મકાઈ, શાકભાજી તથા ઘાસચારાના ઉત્પાદન-પાકને ફટકો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય રાજયમાં લગ્નગાળો બરાબર જામ્યો છે અને સેંકડો લગ્નો છે જયારે પાર્ટીપ્લોટ કે ખુલ્લા મેદાન કે ખુલ્લી જગ્યામાં લગ્નો ગોઠવનારા પરિવારો પણ ચિંતામાં મુકાયા છે. લગ્ન સહિતના પ્રસંગોમાં વિધ્નો સર્જાવાની આશંકા ઉભી થઈ છે. શિયાળાની વર્તમાન સિઝનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જેવા હવામાનના ઘટનાક્રમોના પ્રભાવ હેઠળ ઉતર ભારતથી રાજસ્થાન તથા તેના સંલગ્ન ભાગોમાં માવઠા થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જ હતી. એકાદ દિવસના આ પ્રકારના હવામાન પલ્ટા બાદ ફરી વાતાવરણ સ્વચ્છ થઈ જવાનો નિર્દેશ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યો છે.

Advertisement
error: Content is protected !!