Sihor
સિહોરના વળાવડ ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શખ્સો એલસીબી ના હાથે ઝડપાયા
સિહોરના વળાવડ ગામે લાઈટના અજવાળે રમાતા જુગાર પર એલસીબી કાફલો ત્રાટક્યો ; રોકડ રકમ ઝબ્બે, ત્રણ સામે કાર્યવાહી
ભાવનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃતિઓ નાથવામાં પોલીસની સક્રિયતા સામે બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે ભાવનગર એલસીબી પોલીસે સિહોરના વળાવડ ગામે ખુલ્લામાં હારજીત નો ગંજીપાનો જુગાર રમતા 3 શકુનિઓ ને ઝડપી પાડી રૂ.31100/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ભાવનગર એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે સિહોર વળાવડ ગામે પ્લોટ વિસ્તાર મોમાઈ માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતાં ત્રણ શખ્સોને રોકડ રકમ ગંજી પાના સહિત રૂ 31100 સાથે ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
ઝડપાયેલા શખ્સો
(૧) વિકાસભાઇ ભગવાનભાઇ પંડીત ઉ.વ ૩૫ ધંધો-મજુરી રહે.ખાડીયા વિસ્તાર ચોકમાં, સિહોર મુળ-ભુલીયા ચોક તા.રામપુર જી.વારાણસી ઉત્તરપ્રદેશ
(૨) ભુપતભાઇ રણછોડભાઇ રાણા ઉ.વ.૫૦ ધંધો-ડ્રાયવીંગ રહે. સીંધી કેમ્પ સિહોર જી ભાવનગર
(૩) દશરથભાઇ દેવજીભાઇ ઝીંઝુવાડીયા ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે. ભોજપરા તા.જી.ભાવનગર