Connect with us

Sihor

સિહોર સહિત જિલ્લામાં ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ

Published

on

Preparations in full swing for Eid Milad celebrations in district including Sihore

મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ, મસ્જિદ, દરગાહ અને ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગાર અપાશેid celebrate

ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવણી કરવામાં આવે છે. સિહોર સહિત જિલ્લામાં મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં આગામી નવમી ઓક્ટોબરે ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે રંગબેરંગી રોશની સહિત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી તા.૯ મી ઓક્ટોમ્બરે ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિહોર સહિત જિલ્લાના ગામોમાં ઈદે મિલાદના તહેવારને લઈ ધામક સ્થળો, મસ્જિદ, દરગાહ, તેમજ ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહી છે.

તેમજ ધસરકાર કી આમદ મરહબાધ, ધજશને મિલાદુન્નબીધની ઝંડીઓ લગાવવામાં આવી રહી છે. આ પર્વ પ્રસંગે રબીઉલ અવલના પહેલા ચાંદથી ઈદ-એ-મિલાદ સુધી મસ્જિદો તેમજ જાહેર ચોકમાં કુરાન ખ્વાની, તકરીર તેમજ ન્યાઝના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે. ઇદે મિલાદ નિમિતે ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે. આમ ઈદ-એ-મિલાદના પર્વ ની ઉજવણી માટે મુસ્લિમ બિરાદરો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!