Connect with us

Bhavnagar

ભાવનગરના ત્રણ શખ્સો અમેરિકન નાગરિકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા ઝડપાયા

Published

on

three-men-from-bhavnagar-were-caught-betraying-and-cheating-american-citizens

પવાર

  • અમેરિકન નાગરિકો ની લોન મંજૂર કરાવવાના બહાના હેઠળ ત્રણ શખ્સો કરતા હતા છેતરપિંડી

ભાવનગર શહેરમાં રહેતા ત્રણ શખ્સો વોટ્સએપ મારફતે અમેરિકન નાગરિકો ના લીડ ડેટા મેળવી લીડ ડેટાના આધારે ગુગલ વોઇસ નામની વેબસાઈટ પર લોન મંજૂર થઈ હોવાની અમેરિકન નાગરિકોને એસએમએસ તથા ઇ-મેલ કરી લોન માટે ફોન કરી બેન્ક કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી સીબીલ સ્કોર ખરાબ હોવાનું જણાવી સીબીલ સ્કોર સારો કરવા માટે અલગ અલગ સ્કીમો બતાવી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી વિશ્વાસ ઘાત કરતા હોવાની ફરિયાદ ભરત નગર પોલીસમાં મથકમા નોંધાઈ હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરમાં રહેતા નિકુંજભાઇ ધનશ્યામભાઇ ચૌહાણ,મયુરભાઇ રાજેશભાઇ રાઠોડ,કૃણાલે ભાઇ ભુપતભાઇ પરમાર ત્રણેય એ વોટસએપ મારફતે અમેરીકન નાગરીકોના લીડ ડેટા મેળવી આ લીડ ડેટા આધારે ગૂગલ વોઇસ નામની વેબસાઇડ ઉપરથી લોન મંજુર થયાના અમેરીકન નાગરીકોને એસ.એમ.એસ. તથા ઇ-મેઇલ કરી અમેરીકન નાગરીક લોન માટે ફોન કરતા તેઓનો અમેરીકન બેંક કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી તેઓનો સીબીલ સ્કોર ખરાબ છે

three-men-from-bhavnagar-were-caught-betraying-and-cheating-american-citizens

તેવુ જણાવી સીબીલ સ્કોર સારો કરવાના બહાને ગીફ્ટકાર્ડ તથા બીજા માધ્યમથી પૈસા મેળવી અમેરીકન નાગરીકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી લેપટોપ નંગ-ર,મોબાઇલફોનનં-૪, વાઇફાઇ રાઉટર નંગ-૧, વાઇફાઇ સ્વીચ-૧, લેપટોપ ચાર્જર-૨, પાવર એડેપ્ટર-૨, હેડફોન-૨, આધારકાર્ડ-ર, મોટરસાયકલ-૩, ખોટા લોન મેસેજની સ્ક્રિપ્ટ પાના-૪ વિગેરે મળી કિ.રૂ.૧,૫૪,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોની અટક કરવા પહેલા નામદાર કોર્ટના આદેશ મુજબ કોરોનાનો રીપોર્ટ કરવી હસ્તગત કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરૂધ્ધ ઈ.પી.કો કલમ-૪૦૬, ૪૧૯,૪૨૦, ૧૨૦(બી),૩૪૩૪તથા આઇ.ટી.એકટ-૨૦૦૮ ની કલમ ૬૬(સી),૬૬( ડી) મુજબ ગુન્હો ભરતનગર પોલીસ મથકમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ પી.આર સરવૈયાએ નોંધાવ્યો હતો

error: Content is protected !!