Connect with us

Bhavnagar

બગદાણા પોલીસ દ્વારા G20 અવેરનેસ પ્રોગામ અંતર્ગત ઈવેન્ટનું આયોજન કરાયું

Published

on

the-event-was-organized-by-bagdana-police-under-the-g20-awareness-programme

દેવરાજ

  • ટ્રાફીક અવેરનેસને લઈ બજરંગદાસ બાપા હાઈસ્કુલ તથા બાપા સીતારામ હાઈસ્કુલ ખાતે કાર્યક્રમનું આયોજન

ભાવનગર પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર જિલ્લા પોલીસ અધીક્ષક ડૉ.રવીન્દ્ર પટેલ મહુવા વિભાગ ડીવાયએસપી જે.એચ.સરવૈયાના માર્ગદર્શન અને સુચના આપેલ કે,“G20 કે જે ૨૦ દેશોનુ ગ્રુપ છે અને જે ઈન્ટરનેશનલ લેવેલ પર આર્થીક મુદ્દાઓને આર્કીટેકચર માફક યોગ્ય આકાર આપવાનુ અને મજબુતાઈ આપવાનુ મહત્વનુ કામ કરે છે

the-event-was-organized-by-bagdana-police-under-the-g20-awareness-programme

અને તે ગ્રુપનો સભ્ય ભારત દેશ હોય અને આ વર્ષનુ યજમાન પદ ભારત દેશ પાસે હોય અને આવનારી G20 ની સમીટ ન્યુ દિલ્હી ખાતે આયોજીત થનાર હોય જે સબબ દેશના નાગરીકોને યોગ્ય જાણકારી મળે અને અર્થપૂર્ણ રીતે જોડાય તે માટે વિવિધ ઈવેન્ટનુ આયોજન કરી માહિતી આપવી આજ રોજ સંતશ્રી બજરંગદાસ બાપા હાઈસ્કુલ તથા બાપા સીતારામ હાઈસ્કુલ ખાતે બગદાણા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. જે.એમ.ગઢવી તથા બગદાણા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા શાળા બાળકોને G20 સમીટ શુ છે અને ભારતનો આ વર્ષે શુ રોલ છે

the-event-was-organized-by-bagdana-police-under-the-g20-awareness-programme

તેમા તે બાબતે બાળકોને માહિતીગાર કરેલ અને બાળકોને વાતાવારણ અને હાલ ગ્લોબલ વોર્મીંગના કારણે થતી અસરો બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ અને વાતાવરણને ગ્લોબલ વોર્મીંગની અસરથી બચાવવા વૃક્ષો નુ જીવનમાં શુ મહત્વ છે તે સમજાવામાં આવેલ તેમજ ટ્રાફીક અવરનેસ બાબતે જરૂરી સમજણ આપેલ અને “G20 અવેરનેસ પ્રોગામ” અંતર્ગત “રન ફોર એન્વાયમેન્ટ એન્ડ ક્લાઈમેન્ટ ચેન્જ” બાળકો સાથે આયોજન કરી બગદાણા પો.સ્ટે. ના પો.સ.ઈ. જે.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા તેમાં ભાગ લેવામાં આવેલ.

error: Content is protected !!