Bhavnagar
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા પહેલા વિચાર કરજો, નહિ તો ખાવી પડશે જેલની હવા, જાહેર જનતાને ભાવનગર પોલીસની અપીલ
મિલન કુવાડિયા
- સોશિયલ મીડિયા પર વૈમનસ્ય પેદા થાય તેવી પોસ્ટ અને અફવા ફેલાવનાર ચેતી જજો, ભાવનગર જિલ્લા પોલીસે કરી લાલ આંખ, સોશ્યલ મીડિયા પર પોલીસની ખાસ નજર
સોશિયલ મીડિયાએ સાંપ્રત સમયનું સૌથી મોટું સશક્ત માધ્યમ છે ત્યારે પ્રવર્તમાન સામાન્યમાં અમુક ઈસમો દ્વારા જાહેર શાંતિ ભંગ કરવા તેમજ વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર શાંતી ભંગ કરતી પોસ્ટ મુકતા હોઈ છે આથી ભાવનગર જિલ્લા પોલીસે જણાવ્યું છે કે કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ કટિબદ્ધ છે, પોલીસની ટિમો ખાસ સોશ્યલ મીડિયા પર નજર નાખી રહી છે.
કોઇ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃતી કરશે અથવા કોઇપણ વ્યકિત મારફતે કરાવશે તો તેઓ વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્રારા વોટસએપ, ઇન્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર અને સ્નેપચેટ જેવી તમામ સોશિયલ સાઇટસ ઉપર અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતીઓ કરતા ઇસમો ઉપર સતત બાજ નઝર રાખવામાં આવેલ છે, જો કોઇ વ્યકિત આવી પ્રવૃતી કરતા માલુમ પડશે તો તેઓ વિરૂધ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસની યાદીમાં જણાવામાં આવ્યું છે..