Sihor
સિહોરના હાઇવે પર સરકારી જમીન પર વ્યાપક દબાણ થયેલા છે તાકીદે હટાવો – યુવાનોની રજુઆત

પવાર
- દબાણના કારણે હાઇવે સાંકડો બન્યો, વારંવાર થતા અકસ્માતને કારણે નિર્દોષ લોકોનો જીવ જાય છે, હાઇવે પરના દબાણો તત્કાલ હટાવો, શહેરના યુવાનોએ રજૂઆત કરી
સિહોરના જાહેર રસ્તાઓ પર સરકારી જમીનો પર વ્યાપક દબાણ થયુ હોય રસ્તા સાંકડા બની રહ્યા છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે. જેથી તંત્ર દ્વારા આવા દબાણો દુર કરવા તજવીજ હાથ ધરવી જરૂરી બની છે. બે દિવસ પહેલા સિહોર વડલા ચોક ખાતે એક લોડીંગ ટ્રક દ્વારા એક એક્ટિવા ચાલક મહિલા સાથે અકસ્માત સર્જાતા મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આથી સિહોરના યુવાનો દ્વારા નગરપાલિકા ખાતે લેખિત રજૂઆત કરવા સાથે જણાવેલ કે સિહોર ગુંદાણા થી લઈ દાદાની વાવ ગરિબશાપીર સુધી વ્યાપક દબાણો થયેલા છે જેને તત્કાલ હટાવવામાં આવે નગરપાલિકાની માલિકીની જમીનો ઉપર ગેરકાયદેસર કરોડો રૂપિયાની જમીનો ઉપર દબાણ કરી નાખવામાં આવ્યા છે
તેમજ ભાવનગર રાજકોટ હાઇવે ઉપર તથા દાદાની વાવથી ઉભા હાઇવે પર ગરીબશાપીર સુધીમાં પણ બેફામ રોડની બન્ને સાઇડો પર દબાણો કરી નાખવામાં આવતા રોડની પોળાય પણ ઘટી જવા પામી છે. જેના કારણે દિનપ્રતિદિન ટ્રાફીક સમસ્યા પણ વધતી જાય છે. જેના કારણે અવારનવાર નાના મોટા એકસીડન્ટ પણ થાય છે અને લોકો આવા એક્સીડન્ટનો ભોગ પણ બને છે. કરોડો રૂપિયાની જમીનો પર આજે પણ દબાણો ખડકાયેલા યથાવત જ હોય જેના કારણે સિહોર શહેરના જાગૃત લોકોમાં નાગરિકોમા રોષની લાગણીઓ જોવા મળે છે.