Connect with us

Sihor

સિહોર ; ખેતરમાં ગાય-ભેંસનું ટોળું છુટ્ટ મુકી ભેલાણ કર્યાની ફરિયાદ

Published

on

Sihor; Complaint about a herd of cows and buffaloes being released and mixing in the field

પવાર

આંબલા ગામની ઘટના, સોનગઢ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

સિહોર તાલુકાના આંબલા ગામે રહેતા બાવચંદભાઈ લાલજીભાઈ જાસોલિયા (ઉ.વ.૬૭)એ ગત તા.૧- ૨ના રોજ પોતાના ખેતરમાં કપાસ વિણવાનું કામ શરૂ હોવાથી તે જ ગામે રહેતો દેવાયત કમાભાઈ રબારી અને તેના દીકરાને ભેંસો ચા૨વા માટેની ના પાડી હતી.

જે વાત ન ગમતા દેવાયત રબારી, તેનો દિકરો, જબરા ભીખાભાઈ, સુખા હીરાભાઈ, અશોક હાથીભાઈ, નારણ સગરામભાઈ, મેહુલ રોહાળા અને ગોવિંદ રૂડાભાઈ (રહે, આઠેય આંબલા, તા.સિહોર)એ આશરે ૧૦૦ જેટલી ગાય-ભેંસનું ટોળું લઈ આવી પશુઓને વૃધ્ધને ગાળો દઈ વાડીમાં છુટ્ટા મુકી ભેલાણ કરી ચરાવી દઈ ઉભા કપાસના પાકને નુકશાન કર્યું હતું. જે બનાવ અંગે બાવચંદભાઈ જાસોલિયાએ આઠ શખ્સ સામે સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ૪૨૭, ૪૪૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ અને ગુજરાત પંચાયત એક્ટની કલમ ૧૮૩, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!