Sihor
સિહોરના ઇશ્વરીયા ગામના યુવાનોએ સ્મશાન સફાઈ કરી દિવાળીની ઉજવણી કરી

દિવાળી સમયે ઘરની સાથે સ્મશાનને સ્વચ્છ કરવા પહેલ
દિવાળીના તહેવારમાં સિહોર સહિત સમગ્ર ભારતમાં લોકો ઘરમાં સફાઈ કરતા હોય છે પરંતુ સિહોરના ઇશ્વરીયા ગામના યુવાનોએ સ્મશાનમાં સફાઈ કરીને સિહોર જ નહીં પરંતુ ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનની એક નવી પહેલ કરી છે. હિન્દુ સમાજ પવિત્ર દિવાળીના પર્વ અને તેની ઉજવણી પહેલાં સાફસફાઈની પરંપરા ઘરો સાથે રસ્તા, શેરી, આંગણાને સાફ કરવાની વર્ષોથી ચાલી રહેલી પ્રણાલીમાં જે રસ્તા, શે૨ીઓની સફાઈ થથી હતી તે પરંપરા હવે ગામડાઓ સુધી પહોંચી છે ઈશ્વરિયા ગામના સ્મશાન ખાતે અસ્ત વ્યસ્ત પડેલા અઢળક લાકડા, બિનજરૂરી ઉગી નીકળેલા બાવળો અને ઘાસ જોઈ યુવાનોએ દીવાળીના દિવસે નક્કી કર્યુ કે આવતી કાલે ધોખો છે
તો ચાલો એક દિવસ શ્રમદાન કરીએ. અને બીજા દિવસે સવારથી જ સેવાભાવી યુવાનો હાથ પડ્યુ હથિયાર લઈ કામે લાગી ગયા અને જેનાથી જે શક્ય હતુ તેવા સાધનોનો ઉપયોગ કરી સાંજ પડતા સ્મશાનને અગોચર હતુ તેમાથી ટકાટક ફરવા લાયક અને બેસવા લાયક જગ્યા બનાવી દીધી. સંધ્યા સમયે સ્મશાનમાં ઉછરેલા કતારબદ્ધ વૃક્ષો, બેસવા માટેના બાકડા, લાકડા મુકવાનો શેડ સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવુ દર્શનીય સ્થાન બની ગયુ. આજના મૉબાઈલના યુગમાં ગામના યુવાનોએ સાબિત કરી આપ્યું કે નવરાશના સમયનો સદઉપયોગ કઈ રીતે કરી શકાય