Talaja
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમના વિકેટકીપરે તળાજા સરકારી મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને ગોલ નક્કી કરવા સૂચન કર્યું
પવાર
એ સમયે ક્રિકેટ માટે કોચ ન હતા.કોઈ ફેસિલિટી ન હતી.બસ દેશ માટે રમતા હતા એટલી ખબર હતી.ક્રિકેટના બાદશાહ કહેવાય વેસ્ટન્ડિઝ ની ટિમ.તેને વલ્ડકપની પ્રથમ મેચમાજ હાર આપી.અને 1983 મા વલ્ડ ચેમ્પિયન બન્યા.આ શબ્દો હતા પદ્મશ્રી થી સન્માનિત અને 1983મા કપિલદેવ ની કપ્તાની મા વર્લ્ડ ચેમ્પિયન બનેલ ટીમના વિકેટકીપર સૈયદ કિરમાણી ના. સૈયદ કિરમાણી મહુવા આવ્યા હતા.ત્યાંથી તળાજા ની સરકારી મોડેલ સ્કૂલના આચાર્ય વિશાલ રાજ્યગુરુ ના સરકારી શાળાના વિદ્યાર્થીઓ ને ખાસ પ્રોત્સાહિત કરવામાટે અપાયેલ આમંત્રણ ને માન આપી આવ્યા હતા.તેઓએ ધો.6 થી 12 ના સાતસો વિદ્યાર્થીઓ ને સંબોધતાકહ્યું હતુંકે હંમેશા પોઝિટિવ વિચાર કરો.ટિમ સ્પિરિટ ની ભાવના વિજય અપાવશે.જીવન નો એક ગોલ બનાવો.
આખા દિવસ દરમિયાન શુ શુ સારું કામ કર્યુ છે તેનો હિસાબ રાખો. મીડિયા સાથે તેઓએ 1983 મા જીત મેળવી તેની વાત વાગોળી હતી.વેસ્ટન્ડિઝ તે સમયે ક્રિકેટ નો બાદશાહ કહેવાતું.ભારત ની ટિમ તેની સામે ઘણી નબળી હતી. પ્રથમ મેચ વેસ્ટન્ડિઝ સામે હતી.એજ મેચ અમો જીત્યા.સૌની કાબેલિયત દેખાઈ.મનોબળ વધી ગયું. ટિમ સ્પિરિટ અને અમો દેશ માટે રમીએ છીએ ની ભાવના વધુ પ્રબળ બની ને અમો વલ્ડ ચેમ્પિયન બન્યા. વર્તમાન અને એ સમયના ક્રિકેટ વિશે તેઓએ જમીન આસમાન નો ફર્ક ગણાવ્યો હતો.એ સમયે કોચ ની પણ ફેસિલિટી ન હતી.એક બીજાનું જોઈને શીખ્યા. સમય સાથે બદલાવ જરૂરી છે.એ સમયે ટેસ્ટ અને વનડે રમાતી હતી.બાદ ઘઉઈં આવી. 20 – 20 આવી.બાદ આઈ.પી.એલ આવી. હજુ નવું આવશે.