Talaja
તળાજા તાલુકામાં આવેલ તીર્થધામ ગોપનાથ મહાદેવ મંદિરનો સૈકાઓ જૂનો, જાજરમાન ઈતિહાસ
પરેશ દુધરેજીયા
- ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે ગોપનાથ મહાદેવને એક હજાર કમળ ચઢાવી પૂજા કરી હતી: વિ.સ.: 1567માં નાંદોદના રાજવીએ મંદિરનું નિર્માણ કરાવેલ, શરૂ કરાયેલું રસોડું આજે પણ ચાલુ
દ્વાદસ જ્યોતિર્લિંગ બાદ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ તીર્થધામ ગોપનાથ મહાદેવ નું મહત્વ પુરાતનો માંદર્શાવવામાં આવેલ છે.ગોપનાથ મંદિરનો ઇતિહાસ સૈકાઓ જૂનો અને જાજરમાન છે. માત્ર ગોહિલવાડ જ નહીં ગુજરાત માટે ગૌરવગાથા સમાન છે. ભગવાન કૃષ્ણએ અહીં શિવલિંગ પર રૂક્ષ્મણીજી સાથે આવી એક હજાર કમળ ચઢાવી શિવજીનું પૂજન કરેલ. ગોપીઓ સાથે અહીં આવી કૃષ્ણએ પૂજન કરેલ હોય ગોપનાથ તરીકે ઓળખાયા. આ જગ્યા બ્રહ્મહચારી ની જગ્યાછે. હાલ સીતારામબાપુ બ્રહ્મહચારી તરીકે સતાવાર રીતે ચેરિટી કમિશનર માં મેં 2018 ના રોજ નોંધણી થયાછે.જોકે તેઓને આઠ વર્ષ પહેલાં રાજ્યપાલ અને મહારાણી સાહેબ ની ઉપસ્થિતિ માં બ્રહ્મહચારી તરીકે ચાદરવિધિ કરવામાં આવેલ. સંત શ્રી સીતારામબાપુએ ગોપનાથ મહાદેવ વિશે વિવિધ પુસ્તકો ના કરેલા અભ્યાસપર થી જણાવ્યું હતુંકે વિ.સં. 1470થી1505 ના સમય ગાળા મા નરસિંહ મહેતાએ અહીં શિવનું તપ કરેલ.શિવજી એ પ્રસન્ન થયા ત્યારે નરસિંહ મહેતાએ તમને જે વ્હાલું હોય તે આપો.
નરસિંહ મહેતાની આ માંગણી ને લઈ શિવજીએ કૃષ્ણની રાસ લીલા ના દર્શન કરાવ્યા. ત્યારબાદ નરસિંહ મહેતા કૃષ્ણ ભક્ત બન્યા. વિ.સં.1567માં નાંદોદ ના રાજવીએ અહીં પૂર્ણ મંદિર શિવાલય નું નિર્માણ કરેલ. ત્યારબાદ ભાવનગર રાજ ના ભાયાત એ ગોપનાથ માં પ્રથમ વખત બ્રહ્મહણો ને જમાડી હરિહરનો પ્રારંભ કરાવેલ. જે આજ સુધી બન્ને મહંત અને બ્રહ્મહચારી જગ્યામાં દરેક વર્ણ અઢારેય આલમ ના શ્રધ્ધાળુ અહીં વિનામૂલ્યે ભરપેટ ભોજન પ્રસાદ નિયમિત રીતે લાડુ સાથે આરોગે છે. વિ.સં.1875માં તળાજા ના સથરા ગામના કપોળ એ રસોડું બનાવી આપેલ. એ પહેલાં જાફરાબાદ ના બારભાયા કપોળ એ રંગ મંડપ નું નિર્માણ કરેલ. અહીં નિષ્કલંક મહાદેવની જેમ ભાદરવી અમાસે મેળો ભરાયછે.ગોપનાથ મહાદેવ નું ભાવનગર રાજવી દ્વારા પૂજન થતું. અલોકીક અને કુદરતી સૌંદર્ય ને લઈ અહીં મહારાજ સાહેબ એ મકાનનું નિર્માણ કરેલ. ભાવનગર રાજવી ના બાળ મવાળા (કર)અહીં થાય છે. તેના માટે તળાજા નજીક નું સખવદર ગામ ગોપનાથ મહાદેવના ચરણો માં અપર્ણ કરેલ. બ્રહ્મહચારી જગ્યાને વહીવટી આપેલ. ભાવનગર અને અમરેલી જીલ્લામાં ગોપનાથ ની જોળી ફરે છે. જ્યાં જોળી ફરેછે તે વિસ્તારમાં ઢેફા દુષ્કાળ પડતો નથી. તેવા આશિર્વાદ છે. અહીં સ્વામી વિવેકાનંદ સિહોર થઈ આવેલા તેવો ઉલ્લેખ પુસ્તકોમાં વાંચવા મળે છે.