Connect with us

Talaja

તળાજામાં MLA ગૌતમ ચૌહાણના પુત્ર અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારીની ઘટનામાં ફરિયાદ ; સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ ધમધમાટ

Published

on

Complaint in Thalaja fight incident between MLA Gautam Chauhan's son and constable; The entire matter is being investigated by high officials

પવાર

તળાજામાં MLA ગૌતમભાઈ ચૌહાણના પુત્ર અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારીમાં સામસામે ફરિયાદ થઈ છે. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. કોન્સ્ટેબલનો આક્ષેપ છે કે ધારાસભ્યના પુત્ર ગૌરવ ચૌહાણે અન્ય લોકો સાથે મળીને તેમને માર માર્યો છે. તળાજામાં ધારાસભ્યના પુત્ર અને કોન્સ્ટેબલ વચ્ચે થયેલી મારામારીમાં સામ-સામે ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ અને કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલિયા વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. કોન્સ્ટેબલનો આક્ષેપ છે કે કેટલાક લોકોએ હુમલો કર્યો. હુમલાખોરો એવું કહેતા હતા કે ગૌરવભાઈને કેમ હેરાન કરે છે? તેમનો આક્ષેપ છે કે ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણે અન્ય લોકો સાથે મળીને તેમને માર માર્યો છે.

હુમલાને લગતા સીસીટીવી આવ્યા સામે

ઘટનાને લગતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં મારામારીના દ્રશ્યો જોઈ શકાય છે. મારામારીમાં કોન્સ્ટેબલને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. કોન્સ્ટેબલની પોલીસ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. જ્યારે ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવે કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Complaint in Thalaja fight incident between MLA Gautam Chauhan's son and constable; The entire matter is being investigated by high officials

દીકરા પર લાગેલા આરોપો પાયાવિહોણા – ધારાસભ્ય ગૌતમ ચૌહાણ

Advertisement

ગૌતમ ચૌહાણે દાવો કર્યો કે- તેમના દીકરા પર લાગેલા આરોપો પાયા વિહોણા છે. જે સમયના CCTV ફૂટેજ સામે આવ્યા છે તે સમયે તેમનો દીકરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા બેઠો હતો. CCTV ફૂટેજમાં દેખાતી મારામારીની ઘટનાને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. તેમનો દાવો છે કે CCTVમાં તેમનો દીકરો ક્યાંય નથી. તેમણે કહ્યું કે- જો તેમના દીકરાનો વાંક હોય તો તેની સામે પણ કાયદાકીય રીતે કાર્યવાહી થવી જોઈએ.

બાઈક અથડાવા જેવી બાબતે કોન્સ્ટેબલ અને ધારાસભ્યના પુત્ર વચ્ચે થઈ હતી માથાકૂટ

મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા બાઈક અથડાવાની બાબતમાં કોન્સ્ટેબલ અને ધારાસભ્યના પુત્ર ગૌરવ વચ્ચે માથાકૂટ થઈ હતી. ગૌરવ ચૌહાણ પોતાની કાર લઇને દીપ હોટલથી ફાર્મ ટ્રેક વચ્ચે પહોંચતા પાછળથી કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલિયા કારને ઓવરટેક કરવા જતા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલની મોટર સાયકલ રોડ નીચે ખાળિયામાં ઉતરી ગઈ હતી. આ બાબતે ગૌરવ ચૌહાણ અને કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલિયા વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ગૌરવે શૈલેષ ધાંધલિયાને પાલિતાણા ચોકડી પાસે સતનામ ઢાબા પાસે સમાધાન માટે બોલાવ્યા હતા. જેમાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થતા સામસામે બાખડ્યા હતા.

error: Content is protected !!