Sihor
સિહોર તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૪ એપ્રિલના રોજ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને યોજાશે
પવાર
જિલ્લામાં તા. ૧૧ એપ્રિલ થી ૨૯ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન સ્વાગત સપ્તાહ ઊજવાશે : ૨૪ એપ્રિલના રોજ સિહોર તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે
સિહોર તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષસ્થાને આગામી તા. ૨૪ એપ્રિલ ૨૦૨૩ સોમવારના રોજ યોજાશે. મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્ર્મ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ સ્વાગતને તા. ૨૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ ૨૦ વર્ષ પુરા થતા એપ્રિલ માસના ચોથા સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનનું નક્કિ કરવામાં આવ્યું છે. સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૦૩ માં શરૂ કરવામાં આવેલ સ્વાગત કાર્યક્રમનાં ૨૦ (વીસ) વર્ષ એપ્રિલ ૨૦૨૩ માં પૂર્ણ થતાં હોઈ, એપ્રિલ માસનાં ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવણી – કરવાનું નિયત કરેલ છે. સરકારશ્રીનાં લોકાભિમુખ વહીવટની આ બાબતથી નાગરિકો અવગત થાય અને તેનો મહતમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી “ગ્રામ સ્વાગત કેમ્પ” અને “તાલુકા સ્વાગત કાર્યક્રમ” ઉજવવાનું નકકી કરેલ છે. જે અંતર્ગત તા. ૧૨/૦૪/૨૦૨૩ થી તા. ૧૭/૦૪/૨૦૨૩ સુધી “ગ્રામ સ્વાગત કેમ્પ” ઘાંઘળી,સણોસર,સોનગઢ,ટાણા ગામે વર્ગ – ૨ ના અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ છે તથા સિહોર તાલુકાનો એપ્રિલ-૨૦૨૩ નો તાલુકા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ તા. ૨૪/૦૪/૨૦૨૩ ના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, સિહોર ખાતે પોલીસ અધીક્ષક શ્રી, ભાવનગરના અધ્યક્ષ પદે રાખેલ છે. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકળોમાં તા. ૧૮/૪/૨૩ સુધીમાં રાજ્યના દિવસો સિવાય સંબધિત તલાટી કમ મંત્રીને ગ્રામ્ય પંચાયત કચેરીમાં તથા તાલુકા પંચાયત કચેરી, સિહોર અથવા મામલતદાર કચેરી સિહોર ખાતે સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમનો સમગ્ર સિહોર તાલુકાના રહીશોને બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજૂઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામૂહિક રજૂઆતો કરી શકશે નહીં તેમ મામલતદાર સિહોરની યાદીમાં જણાવાયું છે