Sihor
સિહોર મકાનનાઢાળ ભુતાશેરી વિસ્તારમાં પાણી મામલે તંત્ર પોહચ્યું, તમામ ઘરોમાં પાણી મળશે તેવી હૈયાધારણા
દેવરાજ
પાણી વિભાગના દેહુરભાઈ મેર, અને દિલીપભાઈ ભુતાશેરી ખાતે પોહચ્યા, તમામ ઘરોની મુલાકાત લીધી, કેટલાક ઘરોમાં પાણી નહિ આવતું હોવાની પણ કબૂલાત, દેહુરભાઈએ કહ્યું કોઈની શેહશરમ નહિ ચાલે ગેરકાયદેસર કનેક્શનો સામે ધોશ બોલાવાશે
સિહોરના મકાનનાઢાળમાં આવેલ ભુતા શેરીમાં છેલ્લા ઘણા સમયથી પાણી બાબતનો ગંભીર વિષય ચાલે છે. શેરીમાં કેટલાંક પરિવારોને મહિનાઓથી પાણી નહિ મળતું હોવાની વાત શંખનાદ દ્વારા છેલ્લા દિવસોથી કરવામાં આવે છે જેને લઈ ગઈકાલે સાંજે મકાનનાઢાળ ભુતાશેરી વિસ્તારમાં પાણી મામલે તંત્ર પોહચ્યું હતું અને તમામ ઘરોમાં પાણી મળશે તેવી હૈયાધારણા આપી હતી. પાણી વિભાગના દેહુરભાઈ મેર, અને દિલીપભાઈ ભુતાશેરી ખાતે પોહચ્યા હતા અને તમામ ઘરોની મુલાકાત લઈ કેટલાક ઘરોમાં પાણી નહિ આવતું હોવાનું સામે આવ્યું હતું સ્થળ તપાસમાં પાણી વિભાગના દેહુરભાઈએ કહ્યું હતું કે કોઈની શેહશરમ નહિ ચાલે ગેરકાયદેસર કનેક્શનો સામે ધોશ બોલાવાશે.
તંત્રના બન્ને અધિકારીએ સ્થળ ઉપર વિઝિટ કરીને પાણી ઉપર પહોંચતું નથી તો કેવી રીતે નથી પહોંચતું તે બાબતનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આવતા દિવસોમાં ખોદાણ કામ કરીને રીપેરીંગ કરવામાં આવશે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે કનેક્શન લેવામાં આવ્યા હશે તો નગરપાલિકા દ્વારા તેની પર કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.