Sihor
સિહોરના તેજ જોષીએ માતાપિતાના આશીર્વાદ લઈ “માય ફિટનેસ કલબ” અદ્યતન જીમનો પ્રારંભ કર્યો

કુવાડિયા
તેજ જોષી દ્વારા અદ્યતન જિમની શરૂઆત કરવામાં આવી : ઉદઘાટન પ્રસંગે તેજ જોષીના માતાપિતાના વિશેષ હાજર રહ્યા, જિમને ખુલ્લું મૂક્યું : આજના પ્રારંભે પીઆઇ ભરવાડે કહ્યું કે ખરેખર તો આપણી ફિટનેસ આરોગ્ય જ આપણી સંપત્તિ છે
સિહોરના તેજ જોષીએ “માય ફિટનેસ કલબ” નામના અદ્યતન જીમનો પ્રારંભ તેમના માતાપિતાના હસ્તે કર્યો છે, તેજ જોષીએ માતાપિતાના વિશેષ આશીર્વાદ અને ઉપસ્થિતિમાં “માય ફિટનેસ કલબ” અદ્યતન જીમને ખુલ્લું મૂક્યું છે. તેજ જોષી અને ધ્રુવ જોષી દ્વારા શરૂ કરાયેલ આ જીમ બીજા જીમની સરખામણી એ અદ્યતન સાધનોથી સજ્જ છે વર્તમાન સમયમાં ભાગદોડ અને તનાવભર્યા જીવનમાં લોકો માટે ફિટનેસ જાળવવી એક ચેલન્જ બની ગઈ છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર દેશના નાગરિકો ફીટ અને બિમારીઓથી દૂર રહે તે માટે ફીટ ઈન્ડિયા મુહિમ પણ છેડી છે.
આ ફીટ ઈન્ડિયા મુહિમને સિહોરના બંધુ તેજ જોષી અને ધ્રુવ જોષી એ સાર્થક કરવાનુ કામ શરૂ કરી અદ્યતન જિમની શરૂઆત કરવામા આવી છે અને કસરત-વ્યાયામના અદ્યતન સાધનોથી સેંકડો યુવાનો પોતાની ફિટનેશનુ સ્તર ઉચુ લાવવા માટે પરસેવો પાડી રહ્યા છે. આજના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત સિહોર પોલીસ પીઆઇ ભરવાડે જણાવ્યું હતું કે. આજના આધુનિક અને દોડા દોડીભર્યા જીવનમાં લોકો ફિટનેશ પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા હોય છે. ખરેખર તો આપણી ફિટનેશ- આરોગ્ય જ આપણી સંપત્તી છે. એટલે જ કહેવાય છે કે, હેલ્થ ઈજ વેલ્થ. આમ, આરોગ્ય જ આપણી સાચી મૂડી છે. ત્યારે લોકો કમસેકમ નિયમિતપણે એકાદ કલાક જેટલો સમય પોતાની ફિટનેશ માટે ફાળવે તે આવશ્યક છે. આજના ખાસ પ્રસંગે પીએસઆઇ ગૌસ્વામી, જયેશભાઇ ધોળકિયા, સહિતના મહાનુભાવો, સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા
એક્સરસાઈઝ સુંદરતાની સાથે આરોગ્ય બક્ષે છે : તેજ જોષી
માય ફ્રેન્ડસ કલબ જિમના ઓનર તેજ જોષી જણાવે છે કે, એક એવો ખ્યાલ છે કે, ચુસ્ત, દુરસ્ત દેખાવા માટે જીમ કરવામાં આવે છે. પરંતુ આ પૂર્ણ સત્ય નથી. એક્સરસાઈઝથી તમારી સુંદરતામાં વધારો થાય છે. પણ હકીકતે જીમ-વ્યાયામથી બીજા પણ અનેક ફાયદાઓ છે. જીમથી એટલે કે, એક્સરસાઈઝથી તમારો વજન નિયંત્રિત રહેવાની સાથે તમે તનાવમુક્ત બનો છો, માંસપેશિયો એટલે કે મસલ્સ મજબૂત થાય છે. સ્ટેમિના વધે છે જેથી થાક ઓછા લાગવાની સાથે કાર્યક્ષમતામાં વધારો થાય છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેનાથી તમે બિમારીઓથી દૂર રહી શકો છો. પાચનતંત્ર મજબૂત થવાની સાથે શરીરનુ મેટાબોલિજમ ઠીક રહે છે. પરસેવો પાડવાથી બોડી ડિ-ટોક્સ થાય છે. ઉંમર ઓછી દેખાય છે. ટેસ્ટોસ્ટેરન હાર્મેનમાં વધારો થાય છે. જેવા અગ્ણય ફાયદાઓ થાય છે. આ સાથે ટાઈડ અનુસરવું એટલુ જ આવશ્યક છે.