Sihor
સિહોર ટાઉનહોલ ખાતે “નઈ ચેતના પહેલ બદલાવ કી” થીમ અન્વયે કાર્યક્રમ યોજાયો

પવાર
સિહોર નગરપાલિકા ટાઉનહોલ ખાતેના રંભા હોલ માં “નઈ ચેતના પહેલ બદલાવ કી” થીમ અન્વયે લિંગ આધારિત ભેદભાવ અને હિંસા જન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સખીમંડળ અને પી.એમ.સ્વનિધીના મહિલા લાભાર્થી ૧૧૨ જેટલા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સિહોર નગરપાલિકા પ્રમુખ વી. ડી.નકુમની ઉપસ્થિતિમાં યોજયો હતો. અહીં અતિથિ વિશેષ સિહોર ન્યાયમંદિરના તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરીશ યશપાલસિંહ ગોહિલ તથા રસિકભાઈ ડાંગરેસા તેમજ સિહોર પોલીસ મથકના પીઆઇના પ્રતિનિધિ ડી.કે.
ચૌહાણ તથા આઈ. સી. ડી.એસ.ના હેમાબેન મહેતા, પ. બ. ગણપુલે મહિલા મંડળના ઈલાબેન જાની તથા સિહોર સામાજીક કાર્યકર, તેમજ વરિષ્ઠ પત્રકાર અને સિહોર સિનિયર પી.એલ.વી. મેમ્બર હરીશ પવાર, તથા આનંદભાઈ રાણા તથા કેશુભાઈ સોલંકી (પત્રકાર) ઉપસ્થિત રહ્યા હતા અહીં બહેનોને જાતિ ભેદભાવ અને હિંસા વિશે પોત પોતાની લાક્ષણિક ભાષામાં ઉદબોધન કરેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એન.યુ.એલ.એમ. પ્રોજેક્ટ ઓફિસર વિજયભાઈ વ્યાસ સિટી મિશન મેનેજર જયવંતસિંહ ગોહિલ અને જીજ્ઞાબેન , પ્રિયાંશુ ગોહિલ, રાવ ધાર્મિક અને કાર્તિક દવે એ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો