Connect with us

Sihor

સિહોરના વળાવડ ગામે સત્યનારાયણ સોસાયટીમાં જામેલી જુગારની બાજીમાં પોલીસે ભંગ પાડ્યો

Published

on

The police broke up a gambling den in Satyanarayan Society at Meavad village in Sihore.

પવાર

લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ પૈકી ઈરફાન મેમણ, જગદીશ ગોહિલ ઝડપાયા, અન્ય એક મહિલા ફરાર, ત્રણેય સામે કાનૂની કાર્યવાહી : 73300નો મુદ્દામાલ કબ્જે

સિહોર તાલુકાના વળાવડ ગામે આવેલ સત્યનારાયણ સોસાયટીમાં જાહેરમાં જામેલી જુગારની બાજીમાં સિહોર પોલીસ ત્રાડકી છે, જામેલી જુગારની બાજીમાં ભંગ પાડી બે ને દબોચી લીધા છે જ્યારે એક મહિલા ફરાર છે ઈરફાન, જગદીશ, અને મહિલા સામે પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી કરીને 73300ની રોકડ કબ્જે લઈ લોકઅપ હવાલે કરી દીધા છે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસ પીઆઇ ભરવાડની સૂચનાથી સ્ટાફના હિતેષગીરી, અજયસિંહ, ઘનશ્યામભાઈ, કિરીટભાઈ, મુકેશભાઈ, ગૌતમભાઈ, દામાભાઈ, સિદ્ધરાજસિંહ સહિત સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

The police broke up a gambling den in Satyanarayan Society at Meavad village in Sihore.

જે સ્ટાફને ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે સિહોરના વળાવડ ગામે સત્યનારાયણ સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં અમુક શખસો જુગારની બાજી માંડી બેઠા છે જે હકિકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા વળાવડ ગામેથી ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા (૧) ઇરફાન મેમણ રહે વડીયા (૨) જગદીશ ગોહિલ રહે પાંચવડા, અન્ય એક (૩) ફરાર મહિલા, સિહોર પોલીસ સ્ટાફ ત્રણે પૈકી ઈરફાન અને જગદીશને રંગે હાથ ઝડપી પાડી કબજામાંથી રોકડ 13300, મોટર સાઇકલ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ 73300 નો મુદ્દામાલ કબજે લઇ પોલીસે ત્રણેય સામે જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!