Connect with us

Sihor

સિહોર ; શ્રાવણ માસમાં નવનાથ મંદિરના દર્શનનો ટ્રેન્ડ

Published

on

Sihor; Trend of darshan of Navnath temple in Shravan month

પવાર

શ્રાવણ માસમાં વીક એન્ડ અને સોમવારે શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે નવનાથના દર્શને, ઐતિહાસિક સ્થળો તેમજ નવનાથ શિવ મંદિરોમાં શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળે છે

શ્રાવણ માસની શરૂઆત સાથે જ શ્રધ્ધાળુઓ વધુ ધાર્મિક બન્યા છે અને શ્રાવણ મહિનાના વીક એન્ડ તથા સોમવારે સિહોરમાં આવેલ નવનાથ મહાદેવના મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી સિહોરમાં નવનાથ મહાદેવના દર્શન માટે આવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે તેના કારણે નાના મોટા ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા લોકોને રોજીરોટી મળી રહી છે. ટ્રાવેલ વાળા સાથે સાથે મંદિરની આસપાસના નાના વેપારીઓને પણ રોજીરોટી મળી રહી છે. હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે સિંહપૂર ની ભૂમિમાં નવનાથ શિવ મંદિરોનું મહત્વ ઘણું જ વધી જાય છે. શ્રાવણ માસમાં હિન્દુ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ના કારણે અનેક લોકોને રોજીરોટી મળી રહી છે. સિહોરમાં છેલ્લા કેટલાક શ્રાવણ માસમાં નવનાથ મહાદેવ મંદિર દર્શન કરવાનો શરૂ થયેલો ટ્રેન્ડ આ વર્ષે પણ જોવા મળી રહ્યો છે.

Sihor; Trend of darshan of Navnath temple in Shravan month

મોટા ભાગે શ્રાવણ માસ ના મહાદેવ મંદિરે દર્શન કરવા માટે સોમવારે ઘણો ઉત્તમ ગણવામાં આવે છે. પરંતુ અનેક લોકો નોકરી ધંધા સાથે સંકળાયેલા હોય શનિ-રવિના વીક એન્ડમાં લોકો નવનાથ મહાદેવના દર્શને આવી રહ્યા છે. શ્રાવણ માસમાં છેલ્લા કેટલાક વર્ષોથી શ્રદ્ધાળુઓ નવનાથ મહાદેવ મંદિરે દર્શન નો ટ્રેન્ડ શરૂ થયો હોવાથી નાના મોટા ટ્રાવેલ્સ નો નાનો ધંધો કરતાં લોકોને રોજગારી ની તકો ઉભી થઈ છે. ટ્રાવેલ્સ વાળાઓ માટે આ શ્રાવણ મહિનો પણ રોજગારી માટેનો સ્ત્રોત બની રહ્યો છે. નાના વાહનો થી માંડીને મોટી બસમાં મહાદેવના દર્શન લોકો જઈ રહ્યા છે. લોકોની શ્રદ્ધાના કારણે ટ્રાવેલ્સ ના ધંધા સાથે જોડાયેલા નાના લોકોની રોજગારી ચાલી નીકળી છે તેની સાથે સાથે રસોઈના ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ રોજગારી મળી રહી છે. શ્રાવણ માસ નાના ટ્રાવેલ્સના ધંધાદારીઓ માટે સંજીવની જેવો સાબિત થઈ જાય છે. શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરીને પુણ્ય કમાઈ રહ્યાં છે તો શ્રદ્ધાળુઓના કારણે રીક્ષા કે ટ્રાવેલ્સ વાળા સાથે નાનો ધંધો કરનારાઓ માટે પણ આવક માટેનો સ્ત્રોત બની જાય છે.

Advertisement
error: Content is protected !!