Connect with us

Talaja

તળાજાના પિંગળી ગામે દંપતિની હત્‍યાના કારણ અંગે તપાસનો ધમધમાટ – પોલીસની અલગ અલગ ટીમોની તપાસ

Published

on

The investigation into the reason for the murder of a couple in Pingli village of Talaja - investigation by different police teams

પવારThe investigation into the reason for the murder of a couple in Pingli village of Talaja - investigation by different police teams

  • મૃતક મહિલાના શરીર ઉપર તથા ઘરમાં દાગીના તથા રોકડ સલામત : હત્‍યા લૂંટના ઇરાદે કે અન્‍ય કોઇ કારણ?

તળાજાના અંતરિયાળ પિંગળી ગામે ડબલ મર્ડરની ઘટના બની છે. હત્‍યારાંઓએ પોતાના ડેલાબંધ મકાનની ઓસરીમા સુતેલા આધેડવયના દંપતીની હત્‍યા કરી છે.દંપતીના ત્રણેય પુત્રો પરણીત છે. જે અલગ અલગ ગામમા નોકરી ધંધા અર્થે સ્‍થાયી થયા છે. પતિ-પત્‍ની બંને એકલાજ અહીં રહેતા હતા. હત્‍યાનું પ્રાથમિક તારણ ચોરી લૂંટ માનવામાં આવે છે. બનાવને લઇ જિલ્લા પોલીસ વડા અને વિવિધ ટિમો દોડી આવીને હત્‍યાનું કારણ અને ક્રૂરતાપૂર્વક બેવડી હત્‍યાને અંજામ આપી ફરાર થઇ જનારા હત્‍યારાને શોધવા અલગ અલગ થિયરી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પિંગળી ગામે મોટાભાગની વસ્‍તી કારડીયા રાજપૂત સમાજની છે. કારડિયા રાજપૂત સમાજના જીવનની અર્ધી સદી વટાવી ચૂકેલા શિવાભાઈ મોતીભાઈ રાઠોડ (ઉ.વ. ૫૮) અને તેના પત્‍ની વસંતબેન (ઉ.વ. ૫૩) બંને પોતાના ડેલાબંધ મકાનમાં એકલાજ રહે છે.આ બંને પતિ પત્‍ની ઓસરીમાં બાજુ બાજુમાં ખાટલાઓ રાખી ને સુતા હતા. એજ ખાટલાઓમા અતિ ખૂનસ વાપરીને હથિયારો મારી હત્‍યા કરવામાં આવી છે. જેમાં વસંતબેન જાગી ગયા હોય અને બેઠા થવા ગયા હોયને હત્‍યારાએ તેઓની ઉપર પણ ઘાતકી રીતે પ્રહારો કર્યાંનું સામે આવ્‍યું છે. આ હત્‍યા પરમદિવસની રાત્રીના ૧૨ વાગ્‍યા બાદ થઈ હોવાનું તારણ છે. સ્‍થળ ઉપર લોહી થીજીને કાળું ધાબુ થઈ ગયેલ. બોડીમાંથી દુર્ગંધ ફેલાવા લાગી હતી. ગઇકાલે બપોરે આશરે અગિયારેક વાગ્‍યે બેવડી હત્‍યાની જાણ થઈ હતી. મૃતક દંપતીને ત્રણ દીકરાઓ છે. સંજયભાઈ પાલીતાણા લુવારવા ખાતે આરોગ્‍ય વિભાગમાં ફરજ બજાવે છે. બીજા વિજયભાઈ અમરેલી જેલ પોલીસ છે. ત્રીજા યુવરાજભાઈ સુરત ખાતે હીરાના વ્‍યવસાયમાં છે.ત્રણેય નોકરી ધંધા અર્થે બહાર ગામ સ્‍થાયી થયા છે.દંપતી અહીં એકલાજ રહેતા હતા ને ખેતી કરતા હતા.

હત્યારાઓએ ક્રૂરતાપૂર્વક ઘટનાને અંજામ આપ્યો છે

હત્‍યારાઓએ ઘાતકી પૂર્વક જયાં હત્‍યાને અંજામ આપ્‍યો ત્‍યાં બાજુનો એકરૂમ ખુલ્લો હતો. તેમાનો કબાટ અને બેગ ફેંદેલા હતા.એ જોતાં પ્રાથમીક દ્રષ્ટિએ અહીં સૌ માં એકજ ચર્ચા હતી કે ચોરી લૂંટના ઇરાદે બેવડી હત્‍યા ને અંજામ આપવામાં આવ્‍યો છે.પરંતુ પોલીસ એ જણાવ્‍યું હતુંકે ઘરમાથી કોઈ કિંમતી વસ્‍તુ નથી ગઈ.મહિલા એ પહેરેલ સોનાની બંગડીઓ પણ સલામત છે. આથી આ ઘટના લૂંટના ઇરાદા કરતા અન્‍ય પણ ઈરાદો હોવાના અનુમાન સાથે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.બનાવ ને લઇ અજાણ્‍યા હત્‍યારા વિરૂદ્ધ મૃતકના મોટા દિકરા સંજય શિવાભાઈ રાઠોડે તળાજા પોલીસને ફરિયાદ નોંધાવી છે.

ઘટનાના પગલે નાનકડા ગામમાં સન્નાટો છવાયો

બેવડી હત્‍યાના પગલે નાનકડા એવા પિંગળી ગામમાં સનસનાટી મચી ગઇ છે. લોકોના ટોળા ઘટના સ્‍થળે, અગાસી ધાબા પર ચઢીને નિહાળતા જોવા મળ્‍યા હતા. અહીં એક સવાલ એવો પણ સાંભળવા મળ્‍યો. હતો કે ચોરી કે લૂંટના ઇરાદે જ ઘાતકી હત્‍યા કરવામા આવી હોય તો સોનાની બંગડી છડા સલામત હતા. ઘરમાંથી પણ કોઈ કિંમતી વસ્‍તુ ગયાનુ પોલીસની પ્રાથમીક તપાસ માં સામે આવ્‍યું નથી. એટલુજ નહીં હત્‍યાને લઇ જે ક્રુરતા વાપરવામાં આવી છે તે જોતા ખૂનસ સાથે ઘા કરવામાં આવ્‍યા છે.

પોલીસ તપાસનો ધમધમાટ

Advertisement

જિલ્લા પોલીસ વડા ડો.રાજેન્‍દ્ર પટેલ, ડીવાયએસપી જયદીપસિંહ સરવૈયા, એલ.સી.બી ,ડોગ અને એફ.એસ.એલ.ટિમો દોડી આવી હતી.અલગ અલગ ટુકડીઓ બનાવીને ગુન્‍હાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!