Talaja
તળાજાના મણાર ગામની દીકરીનું હૃદય અન્યની છાતીનો બનશે ધબકાર
બરફવાળા
બ્રેઇન હેમરેજનો અચાનક શિકાર બનેલ મહિલાના પરિવારજનોએ કિડની, લીવર, હૃદયનું દાન કર્યુ
તળાજા ના મણાર ગામની દીકરી ને બ્રેઇન સ્ટ્રોક આવેલ.આ દીકરી ને અમદાવાદ સારવાર અર્થે લઈ જવામાં આવેલ.જ્યાં દીકરીની અંતિમ ઘડીઓ જ હોય આથી તેના અંગોનું દાન કરી અજાણ્યા વ્યક્તિ ના જીવનમાં ઉજાસ લાવવાનું સમજમાં આવતા હદય કિડની અને લીવરનું દાન કરવામાં આવેલ. અંગદાન થકી અનેક ના જીવન પરિવાર મા ઉજાસ પાથરવાની તબીબી ટેકનોલોજી વિકસી રહી છે.તેની સાથે સાથે શરીર પાર્થિવ બનીને માટી બને તેના કરતાં અંગદાન કરીને પુણ્યનું ભાથું બાંધવાની સાથે પોતાના પરિજન નું અંગ અન્યના જીવનમાટે ઉપયોગી બને તે અંગે જાગૃતિ આવતી જાય છે.આવીજ જાગૃતિ અલંગ ના મણાર ખાતે પિતાના ઘરે રહેતી મહિલા નીતાબેન શામજીભાઈ બારૈયા ઉ.વ.39ને બે દિવસ પહેલા બ્રેઇન સ્ટ્રોક આવેલ.બ્રેઇન હેમરેજ ના કારણે દીકરીની જીંદગી બચાવવા અમદાવાદ સારવાર અર્થે લઈ જવામાં આવેલ.
જોકે કુદરત ને કઈક અલગ જ મંજુર હતું.તબીબે અભિપ્રાય આપ્યો કે દીકરી જીવિત રહે તેમનથી. દીકરીના મહત્વના અંગો અન્યના શરીરમાં જશે તો તે વ્યક્તિના જીવનમાં પ્રકાશ ફેલાશે. આથી નીતાબેનના ભાઈ અનિલભાઈ તથા પરિવાર જનોએ હદય,બંને કિડની અને લીવર નું દાન આપવાનું નક્કી કરેલ. જેને લઇ શસ્ત્ર ક્રિયા કરીને હદય,કિડની અને લીવરનું તબીબો દ્વારા દાન લીધું હતુ. હવે નીતાબેનનું હૃદય અજાણી વ્યક્તિની છાતી જીવનનો ધબકાર બનશે. કિડની અને લીવર નવું જીવન આપશે. અનિલભાઈ એ જણાવ્યું હતુંકે તબીબ દ્વારા હાલ કોને કોને દાનમાં લીધેલ અંગો નું રોપણ કરવામા આવશે તે કહેવામાં આવ્યુ નથી.