Connect with us

Tech

સરકારે આપી સલાહ! આટલી બાબતો ને ધ્યાન માં રાખી સોશિયલ મીડિયા પર રાખી શકો છો ખુદ ને સુરક્ષિત

Published

on

The government gave advice! Keeping these things in mind, you can keep yourself safe on social media

જ્યારથી સોશિયલ મીડિયાનું આગમન થયું છે ત્યારથી આપણે વિશ્વભરની તમામ વસ્તુઓ સાથે જોડાયેલા રહીએ છીએ. જે રીતે સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સથી આપણું જીવન સરળ થઈ રહ્યું છે તેમજ તેના કારણે આપણી પ્રાઈવસી પણ ઘટી રહી છે. હેકર્સ સોશિયલ મીડિયા પર નવી નવી રીતો અપનાવી છેતરપિંડી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાના ઉપયોગ કરવામાં તમામ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે.

ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર સુરક્ષિત રહેવાની 8 રીતો જણાવવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો

1 તમારી પ્રોફાઇલને પબ્લિક સર્ચથી બ્લોક કરી દો

ફેસબુક પર તમને એક એવો વિકલ્પ મળે છે, જેના દ્વારા તમે તમારી પ્રોફાઇલને સુરક્ષિત કરી શકો છો. આ રીતે દરેક જણ તમને શોધી શકશે નહીં.

2 હંમેશા લોગઆઉટ કરો

Advertisement

સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા પછી હંમેશા લોગઆઉટ કરો. આ હેકિંગનું જોખમ ઘટાડે છે. ઘણી

The government gave advice! Keeping these things in mind, you can keep yourself safe on social media

3 ગોપનીયતા સેટિંગની કાળજી લો

શક્ય હોય ત્યાં સુધી સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર તમારી ગોપનીયતા માટે વધુ સુરક્ષા મૂકો

4 અજાણી લિંક પર ક્લિક કરશો નહીં

જ્યારે પણ તમે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની લિંક જુઓ જે વિચિત્ર દવા કરતી હોય તેવી લીંક પર ક્લિક કરવાનું ટાળો કારણકે તે લીંક કોઈ હેકરે મોકલી હોઈ તેવું પણ બની શકે અને તે લીંક પર ક્લિક કરવાથી એકાઉન્ટ હેક થવાનું જોખમ થઇ શકે છે

Advertisement

5 અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારો નહીં

સોશિયલ મીડિયા પર સારા અને ખરાબ તમામ પ્રકારના લોકો છે, તેથી દરેકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારો નહીં. કેટલાક લોકો છેતરપિંડી કરવા માટે નકલી એકાઉન્ટ પણ બનાવે છે.

6 ફોટા, સ્ટેટસ શેર કરતી વખતે સાવચેત રહો

સોશિયલ મીડિયા પર ફોટા, સ્ટેટસ કે કોમેન્ટ પોસ્ટ કરતી વખતે વધુ સાવધાની રાખો.

7 સોશિયલ મીડિયાની વિગતો શેર કરશો નહીં

Advertisement

તમારી સોશિયલ મીડિયા વિગતો જેમ કે પાસવર્ડ જેવી મહત્વની માહિતી કોઈની સાથે શેર કરશો નહિ. આમ કરવાથી તમે મુસીબત માં આવી શકો છો

8 ઘર/ઓફિસનું સરનામું શેર કરશો નહીં

ઘણી વખત પોસ્ટ કે ફોટો સોશિયલ મીડિયા પર મુકવાની સાથે લોકેશન લખીએ છીએ જે ના કરવું જોઈએ આવું કરવાથી સોશિયલ મીડિયા પર તમને ટ્રેક કરી શકે

error: Content is protected !!