Connect with us

Sihor

અદાણી-હિડનબર્ગ વિવાદ મામલે કોંગ્રેસ સોમવારે દેશવ્યાપી વિરોધ-પ્રદર્શન કરશે

Published

on

the-congress-will-stage-nationwide-protests-on-monday-over-the-adani-hidenberg-dispute

કાર્યાલય

  • અદાણી-હિડનબર્ગ વિવાદ અમૃતકાળમાં મહાકૌભાંડ : વિપક્ષ – એલઆઈસી અને એસબીઆઈના દેશભરના જિલ્લા કાર્યાલયો સામે દેખાવો થશે: કેન્દ્ર સરકારે આમ લોકોના પૈસાનો ઉપયોગ પોતાના નજીકના મિત્રોના સમર્થન માટે કરે છે : કોંગ્રેસ

કોંગ્રેસ મહાસચીવ કે.સી.વેણુગોપાલે જણાવ્યું હતું કે કેન્દ્રની સરકાર સામાન્ય લોકોના પૈસાનો ઉપયોગ પોતાના નજીકના દોસ્તોના સમર્થન કરવા માટે કરી રહી છે એટલે કોંગ્રેસે સોમવારે એલઆઈસી અને એસબીઆઈ કાર્યાલયોની સામે દેશભરના જિલ્લામાં રાષ્ટ્ર ભારત આંદોલન કરવાનો ફેસલો કર્યો છે.હિડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ દુનિયાના ધનવાન ગણાતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિવાદોમાં સપડાયા છે. આ મામલામાં રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. હિડનબર્ગના રિપોર્ટને લઈને અદાણી પ્રકરણ મામલે કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો છે.

the-congress-will-stage-nationwide-protests-on-monday-over-the-adani-hidenberg-dispute

કોંગ્રેસ મહાસચીવ કે.સી.વેણુગોપાલે જણાવ્યું હતું કે, મારી 6 ફેબ્રુઆરીએ બધા જિલ્લામાં જીવન વિમા નિગમના કાર્યાલયો અને એસબીઆઈ બેન્કની શાખાઓ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. અદાણી એન્ટરપ્રાઈઝીસ સામે હિડનબર્ગ રિપોર્ટને લઈને કેન્દ્ર પર વરસી પડતા સંયુક્ત વિપક્ષે સ્ટોક ક્રેશને અમૃતકાળનો મહા ગોટાળો ઓળખાવ્યો હતો અને આ મુદે સરકારની ચુપકીદી પર સવાલ ઉઠાવ્યા હતા.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે અદાણી-પ્રકરણની તપાસ માટે એક સંયુક્ત સંસદીયની રચના કરવામાં આવે અથવા સુપ્રીમ કોર્ટના સીજેઆઈની દેખરેખ હેઠળ મામલાની તપાસ થાય.

error: Content is protected !!