Sihor
સિહોરમાં છે જિલ્લાનું સૌથી સસ્તુ દવાખાનુ, માત્ર 20 રૂપિયામાં કરે છે દર્દીની સારવાર
પવાર
આજના યુગમાં જ્યાં ખાનગી તબીબો અને હોસ્પિટલો લાખો રૂપિયાના બિલ બનાવી રહ્યા છે, તો આજના યુગમાં સિહોર માટે નિલદીપસિંહનું ક્લિનિક સાચા અર્થમાં ગરીબોનું તારણહાર સાબિત થઈ રહ્યું છે
હાલના સમયમાં વધતી મોંઘવારી વચ્ચે સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમાં આવેલ ડો નિલદીપસિંહના ક્લિનિકે સસ્તા દરે લોકોને દવા અને સારવાર આપીને મદદ કરવામાં આવી રહી છે. છેલ્લા વર્ષોથી સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમાં ડો નિલદીપસિંહના દ્વારા ક્લિનિક ચલાવાય છે. આ દવાખાનામાં દર્દીઓને સારવાર અન્ય રોગની દવા પુરી પાડવામાં આવે છે. આ દવાખાનું આખા વિસ્તારમાં નિલદીપસિંહના નામથી ફેસમ છે. આ દવાખાનામાં દર્દીઓને ચેક કર્યા બાદ સારવાર અને જરૂરિયાત લોકોને 20 થી લઈ 50 રૂપિયામાં દવા પણ અપાય છે. મેડિકલ ચેકઅપ, દવા, ડ્રેસિંગ સહિતની સારવાર કરી નિલદીપસિંહ પ્રજાની આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યા છે. અહીં સારવાર લેનાર લોકો આ દવાખાનાને ઈશ્વરના એક વરદાનરૂપ જ માની રહ્યા છે.
આ ક્લિનિકમાં આવતા તમામ દર્દીઓની નિસ્વાર્થ ભાવે ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોવાથી અનેક ગરીબ દર્દીઓ અહીં સારવાર કરાવવા માટે આવે છે. તો ગરીબ ગરીબ દર્દીઓને આ દવાખાનાની દવા માફક આવી ગઈ હોવાથી અને એકદમ સસ્તું પડતું હોવાથી તેવો આ દવાખાનાને એક આશીર્વાદ રૂપ માની રહ્યા છે. અહી આવનારા દર્દી કહે છે કે, બીજી હોસ્પિટલમાં બહુ ખર્ચો થાય છે. અહીં એકદમ સસ્તામાં સાજા થઈ જવાય છે. અમે અહીં જ સારવાર માટે આવીએ છીએ. અહીં લોકોને ખુબજ સસ્તું પડે છે અને યોગ્ય સારવાર મળે છે. આજના યુગમાં જ્યાં ખાનગી તબીબો અને હોસ્પિટલ લાખો રૂપિયાના બિલ બનાવી રહ્યા છે, તો આજના યુગમાં આવા દવાખાના સાચા અર્થમાં ગરીબોના તારણહાર સાબિત થઈ રહ્યા છે.