Sihor
સિહોરનાં બુઢણા ગામે ‘સેવા સહકારી મંડળી’ ની વાર્ષિક સાધારણ સભા મળી
દેવરાજ
- ખેડૂતોને મંડળી મારફત મળતાં વિવિધ લાભો વિશે માહિતી અપાઈ
દેશમાં ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે તમામ સરકારોએ કોઈનેકોઈ રીતે પ્રયત્નો કર્યાં છે, રાજ્યસ્તરથી લઈને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરથી ખેડૂતોને સીધા લાભો મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં જ વર્ષોથી સહકારી મંડળીઓ શરૂ છે, જેથી ખેડૂતોને સ્થાનિક લેવલે જ મળતાં તમામ લાભો અને તેની પ્રક્રિયાઓ અંગે માહિતી મળી શકે છે.
જેમાં સિહોરના બુઢણા ગામે ચાલતી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ રમેશભાઇ રાઠોડની અધ્યક્ષતામાં મળી હતી, આ બેઠક સભામાં મંડળીની કામગીરીનો વાર્ષિક અહેવાલ રજૂ કરાયો હતો તેમજ ઉપસ્થિત ખેડૂતોને મળતા લાભો અંગે વિવિધ માહિતી આoવામાં આવી હતી, મંડળીના પ્રમુખ રમેશભાઇ રાઠોડ ‘સિહોર તાલુકા ખરીદ વેચાણ સંઘ’ ના ચેરમેન બન્યાં તે બદલ ઉપસ્થિત તમામ સભ્યો અને ખેડૂતોએ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું, બુઢણા સેવા સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ સ્વ. બોઘાજીભાઈ રાઠોડને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.