Sihor
સેવાકીય પ્રવૃત્તિમાં અવ્વલ સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન નો વાર્ષિકોત્સવ ઉજવાયો
દેવરાજ
સિહોરના સેવાકીય પ્રવૃત્તિ કરતું યુવા યુગ પરિવર્તન ગ્રુપ છેલ્લા 16 વર્ષથી કાર્યરત છે અને વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે 17માં વર્ષ ના પ્રવેશ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી યુવા યુગ પરિવર્તન સંગઠન ની 16મી વર્ષગાંઠ ની ભવ્યાતિભવ્ય ઉજવણી ગઈકાલે 20-8-23 ના રોજ સાંજે 4 કલાકે બંધન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવી હતી આ સંગઠન ના કાર્યોમાં સ્લમ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરિયાત મુજબ ની ચીજવસ્તુ વિતરણ,શિયાળામાં નિસહાય લોકોને ધાબળા વિતરણ,સરકારી શાળાઓમાં ઇનામ વિતરણ,ચકલી બચાઓ અંતર્ગત ચકલીના માળા વિતરણ સાથે ફિટિંગ વ્યવસ્થા,ફૂડ પેકેટ તેમજ ભોજન વિતરણ.
ગૌમાત ની સેવા યજ્ઞ,રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવા સેમિનારો,ઢોર માટે પીવાના પાણીની ટાંકીઓ શહેરમાં ગોઠવી પશુ પરબ તેમજ નિરાવ વ્યવસ્થા વ્યવસ્થ,વૃક્ષારોપણ તેમજ સિડ બોલ વિતરણ,બ્લડ ડોનેશન કેમ્પ,રાહત દરે ચોપડા વિતરણ,યુવાનોને વ્યસન મુક્ત કરવા તથા વ્યસન થી દુર રાખવા માર્ગદર્શન,બહેનો માટે આત્મરક્ષા હેતુ કરાટે કેમ્પ,માત્ર બહેનો માટે ગરબા કલાસીસ,વિવિધ સાંસ્કૃતિક કસોટીઓ તેમજ સ્પર્ધા,બાળ ઉછેર તેમજ ગર્ભ સંસ્કાર સેમિનાર,દરેક સમાજ આયોજિત રથયાત્રા/શોભાયાત્રા માં પ્રસાદી/ શરબત વિતરણ,શહીદ દિન ની ઉજવણી,જન્મજયંતિ ઉજવણી.
ભારતમાતા પૂજન,કુદરતી આપત્તિમાં સમય તેમજ શ્રમદાન યુવા યુગ પરિવર્તન સંગઠન નો દર વર્ષે વાર્ષિક ઉત્સવ જેમાં વિશિષ્ટ વ્યક્તિ કે સંસ્થાના તેમજ મુક સેવકોના સન્માન સમારોહ,ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ બાળકોને પ્રોત્સાહન જેવા વિવિધ પ્રકારના કાર્યો કરવામાં આવે છે.16 વર્ષ પૂર્ણ થયા ની ઉજવણી માં સરકારી શાળાના વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ,નિબંધ સ્પર્ધા ના વિજેતાને શિલ્ડ પ્રમાણપત્ર, આર્મીમેન સન્માન,નારી શક્તિ સન્માન,વિવિધ સ્કૂલો ના વિદ્યાર્થીઓ દ્વારા પરફોર્મન્સ, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન,અંગદાન કરનાર પરિવાર નું સન્માન સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા મહેમાનશ્રીઓની હાજરીમાં હતા.જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા….