Sihor
સિહોર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળનો 29મોં વાષિકોત્સવ ઉજવાયો

પવાર
- સંતો મહંતો અગ્રણી આગેવાનો સ્થાનિક નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં 29મોં વાષિકોત્સવ સંપન્ન
સિહોર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના સંયુક્ત ઉપક્રમે 29મોં વાષિકોત્સવ તથા તેજસ્વી સન્માન સમારંભ યોજાઈ ગયો કાર્યક્રમમાં પ.પુ કે.પી સ્વામીશ્રી, પ.પુ.વિષ્ણુસ્વરૂપદાસજી, પ.પુ.સ્વામી ધનશ્યામસ્વરૂપદાસજી,પ.પુ.સ્વામી કૃષ્ણપ્રસાદજી,પ.પુ.સ્વામી ગોવિંદપ્રકાશદાસજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોલીસ અધિકારી બી.કે.ગોસ્વામી નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ, મિલન કુવાડિયા, ડો.કેવલ પરમાર, કિશનભાઇ મહેતા, ભરતભાઈ મલુકા, અરૂણભાઇ વોરા, મેરાભાઈ કુવાડિયા, જયરાજસિંહ મોરી, અનિલભાઈ મહેતા, શૈલેષભાઈ મહેતા, અનંતરાય જાની, પરશુરામભાઈ પંડયા, મનીષાબેન,રેખાબેન,રેણુકાબેન ની ઉપસ્થિતિમાં રહ્યા હતા
ઈશ્વરના સ્મરણ સાથે સૌપ્રથમ પધારેલ સંતો તથા મહેમાનો ના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવેલ પધારેલ સંતો તથા મહેમાનો પ.પુ.સ્વામીશ્રી ભગવતસ્વરૂપ દાસજીએ પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરેલ ત્યારબાદ બાલમંદિર વિભાગ થી ધોરણ ૧૦ સુધીના બાળકોને અદભુત કાર્યક્રમ રજુ કરેલ જેમાં પધારેલ સંતો તથા મહેમાનો વાલીશ્રીએ આ કાર્યક્રમ નિહાળી મંત્રમુગ્ધ થઈ ગયેલ અભીનય ગીત,નાટક, નવદુર્ગા સ્તૂત, યોગાસન,પીરામીડ,સ્કેટીગ ડાન્સ,ગરબો,બાળગીત રજુઆત નિહાળી પધારેલ મહેમાનો તથા વાલીશ્રીઓઐ પુરસ્કાર નો વરસાદ કરેલ.
શાળામાં ગત વર્ષ માં વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધ પ્રાપ્ત કરેલ પ્રથમ ત્રણ નંબરો મેળવનાર શાળાના વિદ્યાર્થીઓને ઉપસ્થિત સંતો મહેમાનો તેમજ મહાનુભાવો ના હસ્તે શિલ્ડ અપણ કરવામાં આવેલ આ પ્રસંગે સંતો મહેમાનો દ્રારા પ્રસંગોચિત પ્રવચન સાથે સંસ્થાના ઈતિહાસ પ.પુ.કે.પી.સ્વામી ભગવત સ્વરૂપદાસજી આ સંસ્થા ને આગળ લાવવા અથાગ પરિશ્રમની વાત કરેલ છે હાલ આ શાળા વટવૃક્ષ સમાન બની છે.
અંતમાં શાળાના બાળકોને ભોજન કરાવેલ સાથે કાર્યક્રમ પુણ કરેલ,આ કાર્યક્રમ નું સંપૂર્ણ આયોજન શાળાના સંચાલક પ.પુ.ભગવત સ્વરૂપમાં હજી એ કરેલ તથા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના બંન્ને માધ્યમ માં આચાર્યશ્રી તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખુબજ જહેમત ઉઠાવેલ આ કાર્યક્રમ સંચાલન શ્રી વિરાજબેન, દ્રષ્ટિ બેન, ધ્વનિ બેન તથા વિભાબેન કરેલ.