Connect with us

Bhavnagar

ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત શ્રીજૈન આત્માનંદ સભાની મુલાકાત લેતા શામળદાસ કોલેજના વિધાર્થીઓ

Published

on

Students of Shamaldas College visiting Srijain Atmanand Sabha as part of Bhavnagar Heritage Walk and Talk Programme.

પવાર

૧૨૭ વર્ષ પહેલાં સ્થપાયેલી પુસ્તકાલયમાં ૩૫ હજાર જેટલા પુસ્તકોનો સંગ્રહ છે

ભાવનગરની શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગ દ્વારા તા.૨૮ જાન્યુઆરીના રોજ ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત ભાવનગરની ૧૨૭ વર્ષ પહેલાં સ્થાપાયેલ, શ્રી જૈન આત્માનંદ સભાની મુલાકાત લીધી હતી.આ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થાની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.શ્રી હઠીસંગ ઝવેરચંદ વોરાની આર્થિક મદદથી શ્રી જૈન આત્માનંદ ભૂવનમા પુસ્તકાલય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.

Students of Shamaldas College visiting Srijain Atmanand Sabha as part of Bhavnagar Heritage Walk and Talk Programme.

આ પુસ્તકાલયમાં ૩૫૦૦૦ પુસ્તકો છે. ૨૫૦ જેટલા પુસ્તકોનું ભાષાંતર આ સંસ્થાએ કર્યું છે. ૧૮૦૦ જેટલી હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતો ત્રણસો થી ચારસો વર્ષ જુની છે. આ સંસ્થાના પુસ્તકાલયને સમૃદ્ધ કરવામાં પુ. મુનિશ્રી ચતુર વિજયજી મ.સા. પુ. મુનિશ્રી પુણ્ય વિજયજી મ.સા. પુ. મુનિશ્રી જંબુવિજયજી મ.સા. પુ . મુનિશ્રી ભક્તિ વિજય જી મ.સા. પુ . મુનિશ્રી લબ્ધિ વિજયજી મ.સા. પુ. મુનિશ્રી કાંતિ વિજયજી મ.સા. પુ . શ્રી વિજય વલ્લભ સુરીજી મ.સા.પુ. મુનિશ્રી હંસ વિજયજી મ.સા. નો બહુમુલ્ય ફાળો રહ્યો છે.

Students of Shamaldas College visiting Srijain Atmanand Sabha as part of Bhavnagar Heritage Walk and Talk Programme.

આ પુસ્તકાલયનો દેશ વિદેશનાં અનેક સંશોધકો અને વાચકોએ લાભ લીધો છે.આ પ્રોગ્રામ અંગે કોલેજના આચાર્યશ્રી ડો.જયવંતસિહ ગોહિલ, ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો.લક્ષમણ વાઢેર,મુલાકાતી અધ્યાપકો પવનકુમાર જાંબુચા,વિજય કંટારિયા, રઘુવીરસિંહ પઢિયાર, દિવ્યજીતસિહ ગોહિલે આપ્યું હતું

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!