Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લામાં કેળા રૂ 443ના ઐતિહાસિક ભાવે વેચાયા ; ખેડૂતોમાં હરખ

Published

on

In Bhavnagar district, bananas were sold at a historical price of Rs 443; Harakh among farmers

નવનીત દલવાડી

ભાવનગર જિલ્લા ખેડૂત કેળની ખેતી થકી લાખો રૂપિયાનું ઉપાર્જન મેળવી રહ્યા છે, ઓછા ઉત્પાદને પણ સારો ભાવ મળતા કેળાના વેચાણમાં વીઘા દીઠ ખેડૂતો બે લાખ કરતા વધુની આવક મેળવી રહ્યા છે, જેમાં આજે કેળાના વેચાણમાં 443 રૂપિયા જેટલા ઐતિહાસિક ગણી શકાય એવા સૌથી વધુ ભાવ મળતા કેળની ખેતી કરતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે, ખાસ તો બાગાયતી ખેતીમાં એક વખત વાવણી કર્યા પછી લાંબા ગાળા સુધી ઉત્પાદન મળતું હોવાથી ખેડૂતો બાગાયતી ખેતી વધુ પસંદ કરી રહ્યા છે,

In Bhavnagar district, bananas were sold at a historical price of Rs 443; Harakh among farmers

જે ખેતીમાં જમીન ને અનુકૂળ આવે તેવા પ્રકારના ફળાવ વૃક્ષોના વાવેતર થકી લાખોની આવક પણ મેળવતા થયા છે, ફળાઉ પાકમાં કેળની ખેતી સૌથી સારી અને ઓછા ખર્ચ વાળી ગણાય છે, જેમાં એક વખત વાવેતર કાર્ય પછી ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી ઉત્પાદન મેળવી શકાય છે. કેળના વાવેતર કરનાર ખેડૂતોને સરકાર તરફથી સબસિડી પણ આપવામાં આવે છે અને ખેડૂતો તેનો લાભ લઈ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં એક માત્ર ભાવનગર જિલ્લામાં કેળનું વાવેતર કરવામાં આવે છે,

 

In Bhavnagar district, bananas were sold at a historical price of Rs 443; Harakh among farmersહાલ જિલ્લામાં 1100 હેકટર જમીનમાં કેળનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે જમીનની હેકટર દીઠ ઉત્પાદક ક્ષમતા 46.13 મેટ્રિક ટન હોવાથી દરવર્ષે ભાવનગર જિલ્લામાં 53 હજાર મેટ્રિક ટન કેળાનું ઉત્પાદન થાય છે, ત્યારે ચાલુ વર્ષે ઉત્પાદન ઓછું થયું હોવા છતાં અન્ય જિલ્લામાં કેળનો ફાલ પૂર્ણ થઈ ગયો હોવાથી ભાવનગર જિલ્લાના ખેડૂતોને કેળાના સારા ભાવ મળી રહ્યા છે. ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો પોતાની વાડીમાં કેળનું વાવેતર કર્યું છે, અને હાલ સીઝન પુરબહારમાં ખીલી હોવાથી કેળ નો પાક પણ સારો આવ્યો છે, અને તેઓને કેલ ના પાક માથી એક વીઘા દીઠ એક લાખ રૂપિયા જેવા સારા ભાવ મળી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર જિલ્લામાં કેળા રૂ 443ના ઐતિહાસિક ભાવે વેચાયા છે જેને લઈ ખેડૂતોમાં હરખ ઉભો થયો છે

હાલ સમગ્ર ગુજરાતમાં તળાજા વિસ્તાર જ એવો તાલુકો છે જ્યાં સારી ક્વોલીટીના કેળા મળી રહે છે, કેળાની ખેતી થતા મોટાભાગના વિસ્તારોમાં હાલ કેળાનો પાક પૂર્ણ થવાના આરે છે, આજે એક મણના રૂ 443ના ભાવે કેળાનું વેચાણ થયું છે એ કદાચ ભાવનગર જ નહીં ગુજરાતના ઇતિહાસમાં લગભગ પ્રથમ વખત ભાવો ખેડૂતોને મળ્યા હશે.

Advertisement

 

In Bhavnagar district, bananas were sold at a historical price of Rs 443; Harakh among farmers

પંચમુખા કેળા સપ્લાયર્સ
સલીમ બરફવાળા
સિહોર ; ભાવનગર

હાલ ખેડૂતોને કેળાની ખેતીમાં સારા ભાવો મળી રહ્યા છે, જોકે તેની સામે ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ દર વર્ષની સરખામણી કરતા ખેડૂતોને બમણા ભાવો મળ્યા છે અને હવે ખેડૂતો બરોડા સુરત ડિસ્ટ્રીકટ જેમ આ બાજુ પણ કેળાની ખેતી કરી રહ્યા છે ખેતીનો પાક વધી રહ્યો છે

In Bhavnagar district, bananas were sold at a historical price of Rs 443; Harakh among farmers

નરેશભાઈ ડાખરાં
ખેડૂત આગેવાન
સિદસર ભાવનગર

In Bhavnagar district, bananas were sold at a historical price of Rs 443; Harakh among farmers

કેળાની ખેતીને એકવાર વાવીને કપ્લેટ કર્યા પછી બહુ ખર્ચાઓ રહેતા નથી, માટે ખેડૂતોને કેળાની ખેતી પોસાઈ છે, આજના જે ભાવો છે તે દર વર્ષ કરતા બમણા છે, જેનો હરખ છે..
રમેશભાઈ પટેલ
ખેડૂત
કણકોટ ભાવનગર

Advertisement
error: Content is protected !!